promote your post on Instagram and keep it trending
  • Home
  • Tech
  • શું તમે ઈંસ્ટાગ્રામ ઉપર તમારી પોસ્ટ ટ્રેંડિંગમાં લાવવા માંગો છો ? ફોલોઅર્સ વધારવા માંગો છો ? તો અપનાવો આ ટ્રિક

શું તમે ઈંસ્ટાગ્રામ ઉપર તમારી પોસ્ટ ટ્રેંડિંગમાં લાવવા માંગો છો ? ફોલોઅર્સ વધારવા માંગો છો ? તો અપનાવો આ ટ્રિક

 | 10:59 am IST
  • Share

આજકાલ ડિજીટલ યુગ ચાલી રહ્યા છે. વધારે પડતા લોકો સોશિયલ મીડિયા (Social Media) નો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજે લોકો ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર વધારે એક્ટિવ રહે છે. બાળકોથી લઈને ઘરડા લોકો પણ આજે ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ (Instagram) એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની પોસ્ટ અને ફોલોઅર્સ વધારવા માગે છે. દરેક લોકો ઈચ્છે છે કે તેમની પોસ્ટ પર વધુમાં વધુ લાઈક્સ, કમેન્ટ્સ અને શેર્સ મળે. આ માટે તેઓ બનતા તમામ પ્રયાસ કરે છે. કેટલાક લોકોને તેમા સફળતા મળે છે, તો કેટલાક લોકોના પ્રયત્ન નિષ્ફળ સાબિત થાય છે.

આજે અમે તમને એવી કેટલીક ટ્રિક અને ઉપાય જણાવીશુ કે જેનો ઉપયોગ કરીને તમારી પોસ્ટને ટ્રેન્ડ કરાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે.

– કોઈપણ ફોટો કે વીડિયો અપલોડ કરતા પહેલા તેને સંબંધિત હેશટેગ પર સર્ચ કરી લો. જો તમે તમારી પોસ્ટમાં યોગ્ય હેશટેગનો ઉપયોગ કરશો તો તમારી પોસ્ટને વધુમાં વધુ લોકો જાણી શકશે.તેનાથી તમારા ફોલોઅર્સ વધવાની પણ સંભાવના રહે છે. જ્યારે તમે કોઈ ચર્ચિત હેશટેગ સાથે શેર કરો છો તો લોકો તમારી પોસ્ટ જોવામાં રસ દાખવશે.

– જ્યારે તમે કોઈ પોસ્ટ અપલોડ કરો, ત્યારે જગ્યાને ચોક્કસથી ટેગ કરો. આ ઉપરાંત તમે પોસ્ટ સંબંધિત લોકોને પણ ટેગ કરો. તેનાથી તમારી પોસ્ટની રીચ વધશે.

– જો અપલોડ કરેલી પોસ્ટને કોઈ ફેમસ વ્યક્તિએ લાઈક્સ કરી દીધી તો તમારી પોસ્ટ વાયરલ થઈ જશે. આમ થવાથી તમારા ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થશે.

– પોતાની પોસ્ટમાં Language એટલે કે પોસ્ટ કરવાની શૈલીનું જરૂર રાખો. જેથી કોઈ પોસ્ટ સંબંધિત ફરિયાદ ન કરી શકે.

– જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમને એ વાતનો ખ્યાલ આવી જશે કે લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ ક્યારે રહે છે. આ વાત સમજી લીધા પછી તમારો ફોટો, વીડિયો કે સ્ટોરી એ જ સમયે પોસ્ટ કરો જ્યારે સૌથી વધુ લોકો એક્ટિવ રહેતા હોય. આમ કરવાથી તમને પોસ્ટની પહોંચ વધારવામાં મદદ મળશે.

– પોસ્ટમાં જો તમારુ કન્ટેન્ટ બેસ્ટ ક્વોલિટીનું હશે, તો પણ તમારી ફોલોઈંગ ઝડપથી વધશે.

– જો તમે પોતાની પોસ્ટને ટ્રેન્ડિંગમાં લાવવા માગો છો તો કરન્ટ મુદ્દા સંબંધિત વસ્તુઓ જ પોસ્ટ કરો.

– પોતાની ઓડિયન્સને ધ્યાનમાં રાખો અને પોતાની પોસ્ટને યોગ્ય રીતે પ્રસ્તુત કરો. આમ કરવાથી તમે સરળતાથી ફોલોઅર્સ વધારી શકશો.

– આ સિવાય પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહો અને પોસ્ટ કરતા રહો. તમે કોઈ પોડકાસ્ટ કે લાઈવ સ્ટ્રીમિંગમાં ભાગ લઈને પણ પોતાનું સર્કલ મોટુ કરી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો