Protesting Women of Shaheen Bagh Can Meet Home Minister Aamit Shah
  • Home
  • Featured
  • શાહીન બાગ ધરણામાં કંઈક નવા-જુની થવાની શક્યતા, ખુદ અમિત શાહ આવ્યા મેદાને

શાહીન બાગ ધરણામાં કંઈક નવા-જુની થવાની શક્યતા, ખુદ અમિત શાહ આવ્યા મેદાને

 | 8:28 am IST

શાહીન બાગમાં CAA, NRC-NPRને લઈને આજે પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી માર્ચ કાઢવાનો નિર્ણય લીધો છે. માર્ચ કાઢવા માટેની મંજૂરી માટેનો પત્ર એસએચઓને મોકલી આપવામાં આવ્યો છે. જોકે હજી સુધી પોલીસે પ્રદર્શનકારીઓએ માર્ચ કાઢવાની મંજુરી આપી નથી. જોકે શાહીન બાગના કેટલાક પ્રદર્શનકારીઓ જ શાહ સાથે મુલાકાત કરવાનો વિરોધ પણ કરી રહ્યાં છે.

જોકે કેટલાક સૂત્રોનું કહેવુ છે કે, ગૃહમંત્રી અમિત શાહ શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત પણ કરી શકે છે. આ મુલાકાત અમિત શાહની ઓફિસ કે તેમના ઘર પર થઈ શકે છે. હાલ, યોજાનારી આ મુલાકાતની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, શાહીન બાગમાં નાગરિકતા સંશોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની વિરુદ્ધ ધરણા પ્રદર્શન સતત ચાલુ છે

શાહીન બાગનું આ પ્રદર્શન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. તેનાથી પ્રભાવિત થઈને અનેક શહેરોમાં આ પ્રકારના પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં શાહીન બાગ એક મોટો મુદ્દો બની ગયો હતો.

હવે પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી માર્ચ કરવાની યોજના બનાવી છે. સોનુ વારસીએ જણાવ્યું હતું કે, આજે રવિવારે બપોરે 2 વાગ્યે પગપાળા માર્ચ શરૂ થશે. આ માર્ચ જસોલા-મથુરા રોડ થઈને ગૃહમંત્રાલય સુધી જશે.  

આ પહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓએ શુક્રવારે પ્રદર્શન સ્થળ પર, ગત વર્ષે જમ્મુ તેમજ કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જૈશ-એ-મોહંદના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

આ વીડિયો પણ જુઓ : સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3ના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન