PSL team islamabad united post Jasprit Bumrah video goes viral
  • Home
  • Corona live
  • મહામારી કોરોના સામે જંગમાં પાકિસ્તાને લીધી ટીમ ઇન્ડિયાના સ્ટાર જસપ્રીત બુમરાહની ‘મદદ’

મહામારી કોરોના સામે જંગમાં પાકિસ્તાને લીધી ટીમ ઇન્ડિયાના સ્ટાર જસપ્રીત બુમરાહની ‘મદદ’

 | 2:31 pm IST

કોરોના વાયરસના કારણે હાલ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 75 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે 13 લાખથી વધુ લોકો આ ખતરનાક વાયરસની ચપેટમાં છે. ચીનના વુહાનમાંથી ફેલાયેલ આ વાયરસે ભારતમાં અત્યાર સુધી 110 લોકોના જીવ લીધા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વાયરસના લીધે સ્થિતિ દિવસે-દિવસે ગંભીર થઈ રહી છે.

કોરોના વાયરસ સામેની જંગમાં પાકિસ્તાને હવે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની મદદ લીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન સુપર લીગ(PSL)ની ફ્રેંચાઇઝી ઇસ્લામાબાદ યુનાઇટેડ(Islamabad United) એ લોકોને ઘરે રહેવાની અપીલ અનોખા અંદાજમાં કરી છે. આ માટે ફ્રેંચાઇઝીએ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની મદદ લીધી છે. ફ્રેંચાઇઝીએ 2 એપ્રિલે જસપ્રીત બુમરાહનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

ઇસ્લામાબાદ યુનાઇટેડે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં જસપ્રીત બુમરાહ દ્વારા કરવામાં આવેલ ‘નો બોલ’ નો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે,‘લાઇન ક્રોસ ના કરો. આ મોંઘુ સાબિત થઈ શકે છે.

ઇમરજન્સી કામ વગર ઘરની બહાર ન નીકળતા. શારીરિક દૂરી બનાવી રાખો પરંતુ દિલથી નજીક રહ્યો.’ આપણે જણાવી દઈએ કે 2017માં ચેમ્પિયન ટ્રોફી દરમિયાન બુમરાહે પાકિસ્તાન ઓપનર ફખર જમાંને આઉટ કર્યો હતો. પરંતુ તે નો બોલ હતી. ત્યાર બાદ જમાંએ સદી ફટકારી હતી અને પાકિસ્તાને ભારતને હરાવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. જો કે, હવે 5 દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર યુઝર્સ ઇસ્લામાબાદ યુનાઇટેડને ટ્રોલ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 13.47 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન