Psychiatrists become 'techno-savvy' to keep pace with the times
  • Home
  • Ahmedabad
  • સમયની સાથે તાલ મિલાવવા પ્રજ્ઞાચક્ષુઓ બન્યા ‘ટે્ક્નોસેવી’, જાણો કેવી રીતે

સમયની સાથે તાલ મિલાવવા પ્રજ્ઞાચક્ષુઓ બન્યા ‘ટે્ક્નોસેવી’, જાણો કેવી રીતે

 | 8:53 am IST
  • Share

  • પ્રજ્ઞાચક્ષુઓ ટોક બેક ટેક્નોલોજીનો યુઝ કરતા થયા

  • દિવ્યાંગ વ્યક્તિઓ પણ ટેકનોસેબી બન્યા

  • વર્ચ્યુઅલી ઇન્ટર્નશિપ પૂરી કરી

દરેક ડિસેબલ વ્યક્તિ તેની જાતે નાની-મોટી એક્સેસબિલિટી બેટલ લડી રહ્યા છે. કોવિડમાં જોબ છૂટી, અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવ્યો પરંતુ દિવ્યાંગ વ્યક્તિ માટે આ આટલું સરળ નહતું પરંતુ તેઓએ હિંમત ન હારી. કોવિડ પછી સામાન્ય જીવનમાં બધું જ ઓનલાઇન થયું અને લોકોનો ટેકનોલોજી પરનો ઝુકાવ બમણો થયો. ત્યારે દિવ્યાંગ વ્યક્તિઓ પણ ટેકનોસેબી બન્યા અને સામાન્ય લોકો જેવું જીવન જીવી રહ્યા છેે. ત્યારે વર્લ્ડ ડિસેબલ ડે પર સિટીના ટેકનોસેવી ડિસેબલ પર્સનની લાઇફ કેવી રીતે સરળ બની છે તે સિટી લાઇફે જાણ્યું. 

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલી ઇન્ટર્નશિપ પૂરી કરી 

હું સંપૂર્ણ બ્લાઇન્ડ છું. કોવિડ સમયમાં હું બીએડનો અભ્યાસ કરી રહી હતી અને અત્યારે મારી ઇન્ટર્નશિપ ચાલી રહી છે ત્યારે હું ગૂગલમીટ અને ઝૂમનો ઉપયોગ કરીને ઓનલાઇન લેક્ચર લઇ રહી છું. પહેલા બેન્કનું બધું જ કામ હું જાતે જઇને કરતી હતી પણ કોવિડ પછી ટોક બેક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમામ બેકિંગના કામ કરું છું.         

કોરોનામાં જોબ છૂટી ગઈ ટોક બેક સોફ્ટવેરનો ઉપયોગ કરી જોબ શોધી રહ્યો છું 

હું હોટેલમાં સ્પા થેરાપિસ્ટ તરીકે કામ કરતો હતો. કોરોનામાં મારી જોબ છૂટી ગઇ છે. અત્યારે બ્લાઇન્ડ હોવાને કારણે શહેરની દરેક હોટેલમાં કામ માંગવા ન જઇ શકું પરંતુ ગૂગલ પર ટોક બેક સોફ્ટવેરની મદદથી કઇ હોટેલમાં જોબ વેકન્સી છે તે ઘરે બેઠા જ શોધું છું.         

પૈસામાં કોઈ ઠગી ન જાય એટલે માય મની એપનો ઉપયોગ 

મોબાઈલ સ્ક્રીન પર પહેલા ફોન્ટ વાંચવા ટોક બેક જેવું સોફ્ટવેર યુઝ કરુ છુ. અને પૈસામાં કોઇ મને ઠગી ન જાય તે માટે ફોનમાં માય મની એપ્લિકેશન એડ કરી છે એટલે કોઇ પણ નોટ મને આપે તે તરત સ્કેન કરીને ફોન મને કહે કે એ કેટલાની નોટ છે પછી જ પૈસાનો વહીવટ કરું છું.  

પ્રજ્ઞાચક્ષુઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે 

ડિસેબિલિટી ફ્રેન્ડલી સોફ્ટવેર એડ કરીને વિદેશમાં રહેલા મેન્ટોર પાસેથી ટ્રેનિંગ લે છે. સ્ક્રીન પર દેખાતા લખાણને તેઓ સોફ્ટવેરની મદદથી બ્રેઇલ લિપિમાં કન્વર્ટ કરીને સરળતાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ સ્ટડી માટે માટે 5૦૦ જેટલા સ્માર્ટફોન આપ્યા છે.     

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો