જો કરશો આ રીતે પર્સની શોપિંગ, તો બનશો એકદમ પર્ફેક્ટ વુમન - Sandesh
  • Home
  • Lifestyle
  • જો કરશો આ રીતે પર્સની શોપિંગ, તો બનશો એકદમ પર્ફેક્ટ વુમન

જો કરશો આ રીતે પર્સની શોપિંગ, તો બનશો એકદમ પર્ફેક્ટ વુમન

 | 6:18 pm IST
  • Share

આજકાલ અલગ-અલગ પ્રકારના અને સ્ટાઈલીશ બેગ્સનો ટ્રેન્ડ છે. બેગ જરૂરિયાતની સાથે-સાથે પસંદ પણ બનતી ગઈ છે. ભલે તમને બેગ ખરીદવાનો વધારે શોખ નથી તો પણ આજના સમયમાં એક અથવા બે બેગથી કામ ન ચલાવી શકો તમે. એટલે કે તમારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગમે તેવુ હોય પણ કેટલાક બેઝિક બેગ તમારી પાસે હોવા જ જોઈએ. ચોક્કસથી તમારા મનમાં સવાલ ઉઠ્યો હશે કે કેમ? તો આવો જાણીએ તેનું કારણ…

લગ્ન, તહેવાર, લંચ પાર્ટી, શોપિંગ, ટ્રાવેલિંગ વગેરે પ્રસંગ પર તમારે વારંવાર જવાનું થતું જ હશે. તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલાક અલગ-અલગ વિકલ્પો જેનાથી તમને પરફેક્ટ ઓકેશન માટે પરફેક્ટ બેગ પસંદ કરવામાં સરળતા રહેશે.

હેન્ડબેગ
ઓફિસ અથવા ફોર્મલ મિટિંગ્સમાં એક ક્લાસિક હેન્ડબેગ ન માત્ર સ્ટાઈલીશ લાગે છે, પરંતુ તમે ઘણી બધી એસેસરીઝ તેમાં કેરી પણ કરી શકો છો. તેની સાઈઝ તમારી જરૂરિયાતના હિસાબે પસંદ કરી શકો છો. જો તમે એક સારા હેન્ડબેગમાં રસ નથી ધરાવતા અથવા તમે હેન્ડબેગનો ઉપયોગ વધારે નથી કરતા તો એક બેઝિક બેગ તમારા માટે એક સારો વિકલ્પ છે. તેને તમે પાર્ટી સિવાય કોઈ પણ જગ્યાએ કેરી કરી શકો છો.

સ્લિંગ અથવા ક્રોસ-બોડી બેગ
જ્યારે તમારો દિવસ ખૂબ જ વધારે વ્યસ્ત અથવા ફ્રેન્ડ્સ સાથે આઉટીંગ અને શોપિંગનો પ્રોગ્રામ હોય તો સ્લિંગ બેગ એક પરફેક્ટ ઓપ્શન છે, કારણકે બેગની જેમાં તેને ઉઠાવવું નહી પડે અને તમારા હાથ ફ્રી રહેશે.

ટોટ બેગ
તમે સામાન અથવા ગ્રોસરી ખરીદવા માર્કેટ જતા હોવ અને તમને અચાનક કોઈ કામ યાદ આવી જાય તેવા સમયે એક બેઝિક ટોટબેગ પરફેક્ટ છે. કારણકે તેને કેરી કરવી ખુબ જ સરળ અને આરામદાયક હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો