R Ashwin surpasses Virat Kohli in Test cricket average in 2021
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાનો હીરો બન્યો આ ખેલાડી, બનાવ્યો ખાસ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાનો હીરો બન્યો આ ખેલાડી, બનાવ્યો ખાસ રેકોર્ડ

 | 4:15 pm IST
  • Share

  • કાનપુર ટેસ્ટમાં આર. અશ્વિનની શાનદાર ઉપલબ્ધિ
  • ટીમ ઇન્ડિયા માટે અશ્વિને શાનદાર રન બનાવ્યા
  • 2021માં અશ્વિનની ટેસ્ટ ક્રિકેટની સરેરાશ કોહલીથી પણ વધુ


ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ કાનપુર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ ચોથા દિવસે રમત જ્યારે શરૂ થઇ ત્યારે એવું ન હતું, કારણ કે ન્યૂઝીલેન્ડના બોલર્સે ભારતીય ટીમના ટૉપ ઓર્ડરને સંપૂર્ણ રીતે વિખેરી નાંખ્યું હતું. બાદમાં શ્રેયસ ઐય્યર સાથે મળી રવિચંદ્રન અશ્વિને શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

રવિચંદ્રન અશ્વિન શાનદાર બેટિંગ કરે છે, એ દરેક ક્રિકેટ ફેન્સ જાણે છે. પરંતુ ટેસ્ટ મેચમાં તેણે એક શાનદાર ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે. વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિની સરેરાશ ભારતના વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે કરતા પણ સારી રહી છે. આ ત્રણેય ખેલાડી હાલમાં ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યા છે.

વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટની સરેરાશ

• રવિચંદ્રન અશ્વિન: 7 મેચ, 337 રન, સરેરાશ, 30.63
• ચેતેશ્વર પુજારા: 12 મેચ, 639 રન, સરેરાશ 30.42
• વિરાટ કોહલી: 9 મેચ, 447 રન, સરેરાશ 29.80
• અંજિક્ય રહાણે: 12 મેચ, 411 રન, સરેરાશ 19.57

જણાવી દઇએ કે, રવિચંદ્રન અશ્વિન માટે કાનપુર ખુબ જ શાનદાર રહી છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી, સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાકિસ્તાનના વસીમ અકરમને પાછળ છોડી દીધો છે.

વસીમ અકરમે ટેસ્ટ ક્રિકેટમાં 414 વિકેટ હાંસલ કરી છે, જ્યારે રવિચંદ્રન અશ્વિને 416 વિકેટ લીધી છે. જ્યારે બીજી ઇનિંગમાં અશ્વિને 32 રન બનાવ્યા. આ રન પણ ત્યારે આવ્યા જ્યારે ટીમ ઇન્ડિયાનો ટૉપ ઓર્ડર સંપૂર્ણ રીતે પડી ભાંગયો હતો.

જો આર અશ્વિનના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો 79 મેચમાં તેના નામે 2685 રન છે, જ્યારે પાંચ ટેસ્ટ સદી પણ તેના નામે છે. ત્યાં જ બોલિંગમાં આર અશ્વિન ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર છે. તેનાથી આગળ અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો