Rahul Vaidya dance romantic song with 18 year old Anushka Sen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગર્લફ્રેન્ડ સાથે નહીં પણ 18 વર્ષની છોકરી સાથે જોવા મળ્યો રાહુલ વૈદ્ય, ડાન્સ વીડિયો થયો વાયુવેગે વાયરલ

ગર્લફ્રેન્ડ સાથે નહીં પણ 18 વર્ષની છોકરી સાથે જોવા મળ્યો રાહુલ વૈદ્ય, ડાન્સ વીડિયો થયો વાયુવેગે વાયરલ

 | 9:12 am IST
  • Share

લોકપ્રિય ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ થી પ્રખ્યાત થઈ ચુકેલા રાહુલ વૈદ્ય હવે ટૂંક સમયમાં જ ટીવી શો ‘ખતરો કે ખિલાડી 11’ માં જોવા મળશે. તમામ સ્પર્ધકો શોમાં ભાગ લેવા કેપટાઉન પહોંચ્યા છે. આ શોમાં અનુષ્કા સેન પણ ભાગ લઈ રહી છે. આ દરમિયાન શોના સ્પર્ધકોમાં રાહુલ-અનુષ્કાની અમેઝિંગ બોન્ડિંગ જોવા મળી રહી છે. એક દિવસ પહેલા, જ્યાં આ દિવસોની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ હતી, ત્યારે આજે તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે.

ઇન્ટરનેટ પર, રાહુલ વૈદ્ય અને અનુષ્કા સેનનો આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં પણ બંનેની પ્રશંસા કરી રહ્યા છે. ખરેખર, અનુષ્કાએ શેર કરેલા આ વીડિયોમાં રાહુલ ‘લૂટ ગયા હમ તો પહેલી મુલાકાત મેં’ ગીત ગાતો નજરે પડે છે અને બંને આ ગીતમાં સાથે પરફોર્મ પણ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે અનુષ્કાએ પણ રાહુલના અવાજની પ્રશંસા કરી હતી. આ વીડિયો 24 કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન