Railway Track Photoshoot Gone Wrong in Jamnagar, Man Bike Stuck on Track
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગરઃ રેલ્વે ટ્રેક પર બાઈક મૂકી કરતો હતો ફોટોગ્રાફી, અચાનક ટ્રેન આવી જતાં થયો આ સીન

જામનગરઃ રેલ્વે ટ્રેક પર બાઈક મૂકી કરતો હતો ફોટોગ્રાફી, અચાનક ટ્રેન આવી જતાં થયો આ સીન

 | 9:11 pm IST
  • Share

આજના યુવાનોમાં ફોટોગ્રાફી અને વીડિયોનું ચલણ ખુબ જ વધ્યું છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને લબરમૂછિયાઓ દ્વારા અવનવા ગતકડાં કરવામાં આવતાં હોય છે. પણ આ ગતકડાં ક્યારેક ભારે પડી જતાં હોય છે. જેનો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જામનગરમાં રેલ્વે ટ્રેક પર બાઈક મુકીને યુવક ફોટોગ્રાફી કરતો હતો. ત્યારે ટ્રેન આવી જતાં યુવકનો બચાવ થયો હતો પણ બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ મામલે પોલીસે યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના હરિયા કોલેજ વિસ્તારમાં આવેલાં રેલ્વે ટ્રેક પર રોલો પાડવા માટે યુવકો દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ માટે રેલ્વે ટ્રેક પર તેઓએ બાઈક પણ મુક્યું હતું. પણ તેવામાં પૂરપાટ ઝડપે સામેથી ટ્રેન આવી રહી હતી. દૂરથી ટ્રેનને જોતાં જ યુવકોમાં ભાગદોડ મચી ગઈ હતી. અન્ય યુવકો રેલ્વે ટ્રેક પરથી ભાગી ગયા હતા. પણ એક યુવકનું બાઈક રેલ્વે ટ્રેક પર હતું તે ત્યાં તેને ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

યુવક એકબાજુ એકલાહાથે બાઈકને પાટા પરથી ખસેડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. તો બીજી બાજુ ટ્રેનને ઉભી રહેવા માટે હાથ પણ લાંબો કરી રહ્યો હતો. પણ ટ્રેન બ્રેક માર્યા બાદ પણ તેના બાઈકને પોતાની અડફેટે લઈ લીધી હતી. જો કે યુવકે અંતિમ ઘડીએ પાટાએ પરથી કૂદકો લગાવી જીવ બચાવી લીધો હતો. પણ તેના બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ મામલે જામનગર પોલીસે યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ યુવકો દ્વારા કરવામાં આવતાં આ જોખમી સ્ટંટને કારણે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. જો પેસેન્જર ટ્રેન હોત અને પૂરપાટ ઝડપે આવતી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પણ ફેમસ થવા માટે આજના યુવકો ગમે તેવાં જોખમી સ્ટંટ કરતાં પણ ગભરાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન