Rain Prediction in June-July 2021 by Ambalal Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અંબાલાલ પટેલની ચોમાસાને લઇ મોટી આગાહી, જાણો જૂન-જુલાઇમાં વરસાદ પડવા અંગે શું કહ્યું?

અંબાલાલ પટેલની ચોમાસાને લઇ મોટી આગાહી, જાણો જૂન-જુલાઇમાં વરસાદ પડવા અંગે શું કહ્યું?

 | 10:15 am IST
  • Share

હાલમાં સૂર્યનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. ચોમાસાની શરૂઆત કેવી નિવડશે એ મૃગશીર્ષ નક્ષત્રની હવા પર ઘણો આધાર છે. મૃગશીર્ષ નક્ષત્ર બેસતા જ હિન્દ મહાસાગરમાં સમયવાહી પવનની નિશાનીઓ બદલાય છે. માટે જે સાલમાં દરિયા તથા દેશના અંદરના ભાગમાં મૃગીશીર્ષ નક્ષત્રમાં તોફાન થાય એ સમયમાં ચોમાસાની શjtઆતમાં વરસાદ ઘણા ભાગે સારો પડવાની ધારણા રહે છે. જેથી મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થાય તો સારી કહેવાય છે.

આ નક્ષત્રમાં હિન્દ મહાસાગરના પૂર્વ કાંઠા ઉપર સખત પવન ફૂંકાતો હોવો જોઈએ અથવા દેશના અંદરના ભાગોમાં સ્થાનિક વરસાદ, વાદળનું તોફાન હોય તો શરૂઆતમાં ચોમાસું જોર પકડે છે. એટલે આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં પવન ફૂંકાય છે તે ક્રિયા થવી જરૂરી છે. એટલે ખેડૂત ભાઈઓએ વરસાદની ચિંતા કરવા જેવી નથી તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

ભિન્ન ભિન્ન ભાગોમાં તો વરસાદ આજથી જ શરૂ થઈ જશે અને તા.21-22માં વરસાદનું જોર થોડું વધશે. રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની સક્રિયતા 29મી જૂનથી થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે.

જૂન મહિનામાં વરસાદ તો થશે પરંતુ જુલાઈની શરૂઆત તેમજ 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર્, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા, હારીજ, સિદ્વપુર, પાટણ, કડી, બેચરાજી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામના ભાગોમાં પણ સારો વરસાદ થશે. એટલે વરસાદની ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં રહેલો વરસાદ માસના અંત સુધીમાં ચોમાસું સક્રિય કરતા નેહ-નિરંતર ચોમાસું બેસી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન