Rainfall will fall in 21 districts of the Gujarat from June 12 to 16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવામાન વિભાગની આગાહી: 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી: 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદ પડશે

 | 10:43 pm IST
  • Share

ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યાં જ નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં 15 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ તથા ભાવનગર, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદ વરસી શકે છે.

જામનગરમાં આજે ઋતુ પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી તેમજ દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયા હતાં. કાળા ડીબાંગ વાદળો આગામી દિવસોમાં મેઘરાજાના આગમનની જાણે છડી પોકારતા હોય તેમ લાગતું હતું.

અમરેલીના 4 ડેમો છલકાયા

અમરેલી જિલ્લામાં ચોમાસાની શરુઆતના સમયે જ પડી ગયેલા ધોધમાર વરસાદના કારણે 10માંથી 4 ડેમો છલકાઈ ગયા છે અને અન્ય ડેમોમાં પણ નોંધપાત્ર રીતે પાણીની આવક થઈ રહી છે. અમરેલી શહેરની જીવાદોરી સમાન ધારીના ખોડિયાર ડેમમાં હાલમાં 71% પાણીનો જથ્થો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન