Rains lash Odisha: Red in seven districts and yellow alert in eight
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વરસાદે ઓડિશાને ઘમરોળ્યું : સાત જિલ્લામાં રેડ અને 8માં યલો એલર્ટ

વરસાદે ઓડિશાને ઘમરોળ્યું : સાત જિલ્લામાં રેડ અને 8માં યલો એલર્ટ

 | 8:10 am IST
  • Share

મુશળધાર વરસાદે ઓડિશાના કાંઠાના વિસ્તારોને ઘમરોળ્યા છે. પુરી અને ભુવનેશ્વરમાં વરસાદનો દાયકાઓ જૂનો રેકોર્ડ તૂટયો છે. હવામાન ખાતા દ્વારા સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા, નયાગઢ, ખોરધા અને ધેનકનાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ભારે વરસાદને કારણે ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો જેમાં બે વ્યક્તિઓ કેન્દ્રપાડામાં દીવાલ પડવાથી મૃત્યુ પામી હતી જ્યારે ખોરધા જિલ્લામાં એક ખેડૂત તણાઈ ગયો હતો. છેલ્લા 24 કલાકમાં 57સ્થળે ભારે વરસાદ પડયો હતો જેને કારણે છેલ્લા ૫ વર્ષમાં ઓડિશા માટે આ દિવસ વરસાદમય રહ્યો હતો. ભુવનેશ્વર હવામાન ખાતાનાં ઉમાશંકર દાસે કહ્યું હતું કે, મંગળવારથી સ્થિતિ હળવી થશે.

પુરીમાં છેલ્લા 24 કલાકમાં 341 મિ.મી. વરસાદ પડયો છે જેને કારણે 87 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો છે. આ અગાઉ 20 સપ્ટેમ્બર 1934નાં રોજ 210.8 મિ.મી. વરસાદ પડયો હતો. ભુવનેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 193 મિ.મી. વરસાદ પડતા 63વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો છે.

મહારાષ્ટ્રના મરાઠવાડમાં યલો એલર્ટ

મહારાષ્ટ્રના મરાઠવાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પૂણે તેમજ કોંકણ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ પડયો હતો. મરાઠવાડમાં 48 કલાક વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જાલન, પરભણી, બીડ, હિંગોલી અને નાંદેદમાં આગામી 2  દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન