Rajasthan CM Ashok Gehlot In Gujarat For Ahmed Patel Death Anniversary
  • Home
  • Featured
  • કોરોના સહાય અંગે CM ગહેલોત- ‘રૂ. 5 થી 10 લાખ વળતર આપવું જોઈએ’

કોરોના સહાય અંગે CM ગહેલોત- ‘રૂ. 5 થી 10 લાખ વળતર આપવું જોઈએ’

 | 4:05 pm IST
  • Share

  • અહેમદ પટેલની પુણ્યતિથિના કાર્યક્રમ માટે CM ગહેલોત ગુજરાતમાં
  • ‘કેટરિના કૈફના ગાલો જેવા રસ્તા’- કોંગી નેતાના નિવેદન પર ગહેલોત ખફા
  • સરકારે કોવિડ મૃતકોના સાચા આંકડા રજૂ કરવા જોઈએ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુરુવારે એક દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અશોક ગહેલોત સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યાં હતા.

કોવિડ મૃતકોના પરિવારજનોને સહાય મુદ્દે અશોક ગહેલોતો રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 50 હજાર નહીં, પરંતુ 5 થી 10 લાખ સુધીનું વળતર ચૂકવવું જોઈએ. 56ની છાતી બતાવવાનો આજ ખરો સમય છે. રાજસ્થાનમાં અમારી સરકાર કોવિડ મૃતકોના બાળકો અને પરિવારને સહાય કરી રહી છે.

કોરોનામાં મોતના આંકડા અંગે અશોક ગહેલોતે જણાવ્યું કે, સરકારે કોવિડ મૃતકોના આંકડા છૂપાવવા ના જોઈએ. યોગ્ય સર્વે કરીને સાચા આંકડા જાહેરમાં રજૂ કરવા જોઈએ. જ્યારે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે પહેલાથી તૈયારી હોવી જોઈએ.

કૃષિ કાયદા અંગે અશોક ગહેલોતે જણાવ્યું કે, અન્નદાતા આગળ ઝૂકીને સરકારે આખરે કૃષિ કાયદા પરત ખેંચી લીધા છે. જો કે સરકારના ઘમંડના કારણે વાત એટલી હદે બગડી ગઈ છે. કૃષિ મંત્રીએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરવી જોઈએ તેવી સલાહ પણ તેમણે આપી હતી.

પોતાની વિધાનસભા વિસ્તારના રસ્તાઓ કેટરિના કૈફના ગાલો જેવા બનાવવાની વાત કરનારા મંત્રી રાજેન્દ્ર ગુઢાના નિવેદન પર મુખ્યમંત્રી અશોક ગહેલોતે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ રાજેન્દ્ર ગુઢાને સલાહ આપતા જણાવ્યું કે, જાહેર જીવનમાં રહેલા કોઈપણ વ્યક્તિએ મર્યાદા ના ચૂકવી જોઈએ. હાલ મંત્રીએ ક્યા સંદર્ભે આ નિવેદન આપ્યું તેની તપાસ કરી રહ્યો છું.

જણાવી દઈએ કે, રાજેન્દ્ર ગુઢાએ એક કાર્યક્રમમાં ઑફિસરોને કહ્યું હતું કે, હેમા માલિની વૃદ્ધ થઈ ગયા છે, હવે તો કેટરિના કૈફના ગાલો જેવા રસ્તા બનાવવા જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો