rajasthan jaipur 320 covaxin doses stolen know detials
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આવી પરિસ્થિતિમાં તો લખણ ઝળકાવવાનું છોડી દો, આ હોસ્પિટલમાંથી 320 રસીના ડોઝ બૂચ લાગી ગયાં

આવી પરિસ્થિતિમાં તો લખણ ઝળકાવવાનું છોડી દો, આ હોસ્પિટલમાંથી 320 રસીના ડોઝ બૂચ લાગી ગયાં

 | 4:15 pm IST
  • Share

હાલમાં સમગ્ર ભારત દેશ કોરોના વાયરસની પીડા ભોગવી રહ્યો છે. ઠેર ઠેર લોકોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. તો એક તરફ સરકાર પણ રસીકરણના પ્રોગ્રામને આગળ વધારી રહી છે. એવામાં જયપુરની કાંવટિયા સરકારી હોસ્પિટલમાં રસીની સલામતી ખોરવાવાનો મામલો સામે આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજથી રસી કેન્દ્ર તરફ જતા સમયે 32 શીશીઓ ચોરી થઈ ગઈ છે. કો-વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. ચીફ મેડિકલ ઓફિસર નરોત્તમ શર્માની સૂચના પર જયપુરની કવાંટિયા હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટે હવે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે જયપુરમાં કોરોના વેક્સિન સમાપ્ત થઈ ગઈ છે અને રસીકરણ રોકી દેવામાં આવ્યું છે. એવી આશંકા છે કે હોસ્પિટલે તેના લોકોને રસી લગાવીને સ્ટોકમાં ઘટાડો બતાવ્યો છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી હોસ્પિટલ કવાંટિયામાંથી રસીના 320 ડોઝ ચોરી થયાની ઘટના સામે આવતા જ શરમજનક ઘટના બની છે અને લોકો કહી રહ્યા છે કે હવે તો સુધરો, આ પરિસ્થિતિ લોકોનો અને સરકારનો સાથ સહકાર આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે, જ્યારે 28 લોકોનાં મોત થયાં છે. મૃત્યુનાં આ આંકડાઓ ભયજનક છે. કારણ કે આ પહેલીવાર છે કે જ્યારે કોરોના ચેપને લીધે એક દિવસમાં આટલા લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન