Tried to attack JCB Matchin Woman Sarpanch saved her Life
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિલા સરપંચ પર JCBનો પાવડો વિંઝાયો અને પછી થઈ જોયા જેવી, જુઓ Video

મહિલા સરપંચ પર JCBનો પાવડો વિંઝાયો અને પછી થઈ જોયા જેવી, જુઓ Video

 | 11:54 pm IST

રાજસ્થાનના જાલોર જિલ્લામાં માંડવલા ગામની મહિલા સરપંચ રેખા દેવી ચૌધરી ઉપર બદમાશો વડે જેસીબીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમલાખોર પહેલા મહિલા સરપંચની ગાડીને જેસીબીથી તોડી તેને ઉંધી પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે મહિલા સરપંત વચ્ચે આવે આવે છે તેમના ઉપર પણ હુમલો કરવામાં આવે છે. જોકે આ મહિલા સરપંચ પણ ભારે હિંમતભેર જેસીપીના પાવડા પર પર જ લટકાઈ જાય છે. જેસીબી મસીન ઉંચુ કરવામાં આવે છે પણ મહિલા જાણે રણચંડી બને છે.

ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેટલાક વીડિયોમાં સરપંચ જ દબાણ હટાવવા આવેલી ટીમ સાથે ઝઘડો કરતા દેખાય છે. આ વાતનો સરપંચ રેખા દેવીએ ખંડન કર્યું છે. બીજી તરફ જાલોર ડીએસપી જયદેવ સિયાગે કહ્યું હતું કે, મહિલા સરપંચ તરફથી ફરિયાદ મળી છે. પોલીસે ફરાર આરોપીની તપાસ શરૂ કરી છે. આ આખો મામલો પંચાયત એટલે કે સરકારી જમીન ઉપર દબાણ સાથે જોડાયેલો છે. ગામની સરકારી જમીન ઉપર દબાણ હટાવવા માટે સરપંચ રેખા દેવી ચૌધરી જેસીબી લઈને ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન