Rajasthani youth getting heavy Problem in Western toilet
  • Home
  • Gujarat
  • વેસ્ટર્ન ટોયલેટમાં દેશી જુગાડ કરવો રાજસ્થાની યુવકને ભારે પડ્યો, તબીબો પણ ચોંકી ગયા

વેસ્ટર્ન ટોયલેટમાં દેશી જુગાડ કરવો રાજસ્થાની યુવકને ભારે પડ્યો, તબીબો પણ ચોંકી ગયા

 | 8:07 pm IST

વેસ્ટર્ન શૌચાલયમાં દેશી સ્ટાઈલમાં બેસવામાં તૂટેલા ટબનો ભાગ વાગતા યુવકનો ગુદામાર્ગ ચીરાઈ ગયો હતો, જેને પગલે લોહીલુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયેલા યુવકને જોઈ તબીબો પણ ચોંકી ઊઠયાં હતા.

રાજસ્થાન, અલવર જિલ્લાના રૂપવાસ ગામનો વતની સાજીદ અજરૂખાન (ઉં.વ.25) ટ્રક ડ્રાઈવર છે. બે-ત્રણ દિવસ પહેલા સાજીદ ટ્રક લઈ પલસાણા સ્થિત ઓનલાઈન કંપનીમાં ડિલિવરી કરવા આવ્યો હતો. દરમિયાન શુક્રવારે સવારે કંપનીની ઓફિસમાં આવેલા વેસ્ટર્ન શૌચાલયમાં કુદરતી હાજતે ગયો હતો પરંતુ વેસ્ટર્ન શૌચાલયના ઉપયોગથી અજાણ સાજીદ દેશી સ્ટાઈલમાં બેસી ગયો હતો. દરમિયાન ટબ એકાએક તૂટી પડયું હતું, અને ટબ તૂટવાને લીધે તેના અણિયારા ભાગથી સાજીદના ગુદામાર્ગ તથા થાપાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સાજીદની બુમરાણ સાંભળી તેના સાથીએ તેને બહાર કાઢયો હતો. સાજીદને લોહીલુહાણ જોઈ તેને તાબડતોબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે, સાજીદની થયેલી ઇજા જોતા તાબડતોબ ઓપરેશન કરી તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના કેસ ક્યારેક જ જોવા મળતા હોય છે. સાજીદ સિવિલમાં સારવાર હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન