રાજકોટ શહેરમાં છ રોઝી સ્ટાર્લિંગ અને જામકંડોરણા તાલુકામાં નવ ઢેલનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજકોટ શહેરમાં છ રોઝી સ્ટાર્લિંગ અને જામકંડોરણા તાલુકામાં નવ ઢેલનાં મોત

રાજકોટ શહેરમાં છ રોઝી સ્ટાર્લિંગ અને જામકંડોરણા તાલુકામાં નવ ઢેલનાં મોત

 | 12:10 am IST

। અમદાવાદ ।

માણાવદર પંથકમા બર્ડ ફ્લુ દેખાયા બાદ ઉનાના ચિખલી ગામે પોલ્ટ્રીફાર્મમા મરઘાઓને બર્ડ ફ્લુ હોવાના રિપોર્ટ બાદ ચોમેર ફફડાટની લાગણી ફેલાઈ છે ત્યારે રાજકોટમા જિલ્લા ગાર્ડન ખાતે છ રોઝી સ્ટાર્લિંગપક્ષીના અને જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામે ફોફળ ડેમના કાંઠે નવ ઢેલના મોત થયાના અહેવાલે જિલ્લાના પશુપાલન વિભાગને દોડતો કર્યો છે.

રાજકોટમા આજે સવારે જિલ્લા ગાર્ડનમા વોક કરવા જતા વ્યક્તિને એક વૃક્ષ નીચે રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના મૃતદેહ પડેલા જોવા મળતા તેણે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા છ પક્ષીઓ મરેલા પડયા હતા. પોલીસે પંચનામું કરીને જિલ્લા પશુપાલન અધિકારી ડો. ખાનપરાને જાણ કરતા તેમણે ૨ પક્ષીના મૃતદેહના સેમ્પલ લઈને તપાસ માટે પૂના વાઈરોલોરોજી લેબોરેટરીમા મોકલ્યા હતા. બાકીના મૃત પક્ષીઓને દફનાવી દેવાયા હતા. આવી જ રીતે ફોફળ ડેમના કાંઠેથી નવ ઢેલના શંકાસ્પદ રીતે મૃત્યુ થયાનું જણાતા ત્યાંથી પણ એક સેમ્પલ પૂના મોકલાયું હતું. ડો. ખાનપરાએ કહ્યું કે અગાઉ સેમ્પલ ભોપાલ મોકલાતા હતા પણ નવી સુચના પ્રમાણે અમે સેમ્પલ પૂના મોકલવામા આવી રહ્યા છે.

પોસ્ટમોર્ટમ ઉપર હાલ પ્રતિબંધ  

બર્ડ ફ્લુના બે કેસ સૌરાષ્ટ્રમા નોંધાઈ ચૂક્યા છે અને પાડોશના રાજયો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા પણ બર્ડ ફ્લુના કેસ સામે આવ્યા છે ત્યારે સાવચેતી ખાતર સ્થાનિકે પક્ષીઓના મૃતદેહ મળે તો તેના પી.એમ. કરવામા આવતાનથી પણ સેમ્પલ લઈને પૂના મોકલાય રહ્યા હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;