Rajkot District Bank Elections Declared, polling for 17 seats will be held on July 26
  • Home
  • Featured
  • રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી જાહેર થતાં રાજકારણમાં ગરમાવો, જયેશ રાદડિયાએ પિતાને લઈ આપ્યું મોટું નિવેદન

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી જાહેર થતાં રાજકારણમાં ગરમાવો, જયેશ રાદડિયાએ પિતાને લઈ આપ્યું મોટું નિવેદન

 | 11:42 am IST

રાજકોટ જિલ્લા બેન્કની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આગામી 26મી જુલાઈએ 17 બેઠકો પર ચૂંટણીનું મતદાન થશે. જેના માટે 7 જુલાઈએ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. બીજી બાજુ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાની સાથે રાજકોટમાં સહકારી રાજકારણમાં ચહલપહલ શરૂ થઇ ગઇ છે.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની પહેલા ચૂંટણીનો કાર્યક્રમ 30 માર્ચથી શરૂ થવાનો હતો પરંતુ કોરોનાના કારણે પાછી ઠેલાઈ હતી. જેથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે આગામી 7 જુલાઈથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 26 જુલાઈના રોજ 17 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં એક ખાસ વાત એ છે કે પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાશે. હાલમાં બેંકના ડિરેક્ટર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. ત્યારે મોટાભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણીને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારા પિતાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 22 વર્ષ બેંકનું સફળ સંચાલન કર્યું છે. જેથી મને ગૌરવ છે. આ બેંક સાથે સવા બે લાખ ખેડૂતો જોડાયેલા છે. ટૂંકી મુદતમાં ઝીરો ટકા ધિરાણ આપવામાં આવે છે અને ખેડૂતો મુશ્કેલીમાં આવે ત્યારે બેંક તેમની સાથે છે.

જયેશ રાદડિયાએ ઉમેર્યું હતું કે, પહેલીવાર મારા પિતાની ગેરહાજરીમાં ચૂંટણી થશે. સહકારી ક્ષેત્રમાં રાજકારણ નથી હોતું. 2400 કરોડનું ધિરાણ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે અને 17 બેઠકો બિનહરીફ જ થશે તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન