Rajkot Gondal's Young Man Death In Romania So Family Shoked
  • Home
  • Featured
  • રોમાનિયામાં ગુજરાતી યુવાન સાથે કરૂણ દુર્ઘટના, ક્રેન પડતા પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો

રોમાનિયામાં ગુજરાતી યુવાન સાથે કરૂણ દુર્ઘટના, ક્રેન પડતા પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો

 | 7:36 am IST
  • Share

ગોંડલના પરિવારના એકના એક પુત્ર ઉપર રોમાનિયામાં નોકર દરમિયાન ક્રેઇન પડતા સર્જાયેલા અકસ્માતમાં નીપજ્યું છે.   

ગોંડલ નાના દરબાર ગઢ પરિવારના જયવીરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ( ઉ.વ. ૨૮) રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી નોકરી કરી રહ્યા હતા. ગત તા. ૧૪ના માલ શિફ્ટ કરતા સમયે ક્રેઇન તૂટીને જયવીરસિંહ ઉપર આવી પડી હતી. આ અકસ્માતમાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

નાના દરબાર ગઢના વિરેન્દ્રસિંહ જાડેજા અને પુષ્પેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જયવીર સિંહના મૃતદેહને ગોંડલ લાવવા માટે ભારત સરકાર તેમજ રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ ખાસી મદદ કરી હતી.

વોલ્ટર ટોસ્ટો કંપનીની મદદથી બાય એર કાર્ગો દ્વારા જયવીરસિંહ મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો