Rajkot In Honeytrap by niece, blackmail by niece proves Video deadly to abbot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ચાલો વીડિયો ઉતરી ગયો, હવે નીકળો’, ભત્રીજીએ હનીટ્રેપ કરી, ભત્રીજા દ્વારા બ્લેકમેલ મહંત માટે સેક્સલીલા જીવલેણ પુરવાર થઈ

‘ચાલો વીડિયો ઉતરી ગયો, હવે નીકળો’, ભત્રીજીએ હનીટ્રેપ કરી, ભત્રીજા દ્વારા બ્લેકમેલ મહંત માટે સેક્સલીલા જીવલેણ પુરવાર થઈ

 | 7:11 am IST
  • Share

  • ”મહંત રાત્રે રોકાવા આગ્રહ કરતા હતા” : યુવતીનું પોલીસને નિવેદન
  • કાગદડી મહંતના આપઘાતમાં ૬ ટ્રસ્ટી સહિત ૧રની પૂછતાછ
  • મહંતના અસ્થિ ઉપરથી સસ્પેન્સ થ્રીલર જેવા પ્રકરણનો ભેદ ઉકેલવા તજવીજ
  • નિકટતમ લોકોએ છૂપાછૂપી કરતા મામલો ગૂંચવાયો

રાજકોટના ખોડીયાર આશ્રમના મહંતનું હાર્ટએટેકથી મૃત્યુ થયાની ઘટના બાદ મહંતે આપઘાત કર્યો હોવાથી અને તેઓને મરવા મજબુર કરવા અંગે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પોલીસે કબજે કરેલા વિડીયોમાં દેખાતી યુવતીની ઓળખ મેળવી તેની પુછપરછ કરતા યુવતી મહંતની ભત્રીજી હોવાનું બહાર આવ્યું હતું. મહંત જ ભત્રીજીને રાત્રે રોકાવાનો આગ્રહ કરતા હોવાથી હનીટ્રેપ કરી ભત્રીજા દ્વારા બ્લેકમેલ કરતા હોવાનું ભત્રીજીએ રટણ કરતા પોલીસે ૬ ટ્રસ્ટી સહિત ૧ ડઝન લોકોની પૂછપરછ કરી મહંતના અસ્થિ તેમજ કપડાં સહીતની ચીજવસ્તુઓ કબ્જે કરી FSL દ્વારા ભેદ ઉકેલવા મથામણ કરી છે.

તેમજ તેનું નિવેદન નોંધતા તેણે આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વિડીયો ઉતાર્યો હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે વિડીયોની અંતિમ ૩૦ સેકંડમાં ચાલો વિડીયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતો હોય તેવું સંભળાઈ રહ્યું છે.

રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ખોડીયાર ધામ આશ્રમના મહંત જયરામદાસબાપુનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જાહેર થયા બાદ તેમની બારોબાર અંતિમવિધિ કરી નાખવામાં આવતા પોલીસને શંકા ઉપજતા તપાસમાં ઝંપલાવ્યું હતું. આ બનાવ આપઘાતનો હોય તેવું સ્યુસાઈડ નોટ આધારે સ્પષ્ટ થતાં આપઘાત પ્રકરણમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન મહંતના બે અલગ અલગ યુવતીઓ સાથેના છ વીડિયો અલ્પેશ અને હિતેશે બનાવ્યા હોવાનું  જાણવા મળ્યું છે.

તે પૈકી એક વિડીયો પોલીસના હાથે લાગ્યો હોવાથી તે વિડીયોમાં દેખાતી યુવતીની ઓળખ મેળવી તેનું નિવેદન નોંધતા તેણીએ જણાવ્યું હતું કે, પોતે કોડીનાર પંથકની છે અને આરોપી અલ્પેશ સોલંકીની કૌટુંબિક બહેન થાય છે. પોતે રાજકોટમાં રહી ર્નિંસગનો અભ્યાસ કરે છે અને મહંત તેણીના સંબંધી પણ થાય છે. તેણે જણાવ્યું હતું કે, પોતે મહંતને ઓળખતી હોવાથી અવારનવાર આશ્રમ ખાતે જતી હતી. ક્યારેક બાપુ મોડી રાત થઇ ગઈ હોય તો રોકાઈ જવાનું કહેતા પોતે રોકાઈ જતી હતી. તેમજ ક્યારેક શનિ-રવિ એમ બે દિવસ તો ક્યારેક ૧૫-૧૫ દિવસ પણ આશ્રમમાં પોતે રોકાયેલી હોવાની કબુલાત કરી છે. મહંત ક્યારેક ક્યારેક તેણી ઉપર નજર બગાડતા હોવાથી તેને ગમતું ન હતું, જેથી આ અંગે તેણે અલ્પેશ જે મહંતનો જમાઈ થાય છે તેને આ અંગે વાત કરી હતી અને તેનો ફયદો અલ્પેશે ઉઠાવ્યો હતો. અલ્પેશે યુવતીને બાપુ જે સમયે એકલા હોય ત્યારે તેમના રૂમમાં જવાનું સુચન કર્યું હતું તે જાય ત્યાર બાદ પોતે ફેનમાં વિડીયો ઉતારી લેશે તેવો બંનેએ પ્લાન ઘડયો હતો. પ્લાન મુજબ યુવતી મહંત જ્યારે એકલા હોય ત્યારે તેમના રૂમમાં ગઈ હોવાનું અને અલ્પેશે વિડીયો ઉતાર્યો હોવાની પણ કબુલાત કરી છે.

પોલીસ પાસે જે વિડીયો છે તેમાં અંતિમ ૩૦ સેકંડમાં ચાલો વિડીયો ઉતરી ગયો છે, હવે નીકળો તેવું પણ એક શખ્સ બોલતો હોવાનું પુરવાર થયું છે. આ શખ્સ કદાચ અલ્પેશ જ હોય શકે છે મહંતના આપઘાત પ્રકરણમાં અંતે કામલીલાનો ઘટસ્ફેટ થયો છે. આ વિડીયો બનાવીને જ અલ્પેશ અને હિતેશ બંને મહંતને બ્લેકમેઇલ કરતા હતા અને તેઓની પાસેથી ૨૧ લાખ રૂપિયા જેટલી માતબાર રકમ પડાવી લીધી હોવાનું ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું

વધુમાં ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મહંત પાસે અઢળક રૂપિયા હતા, પરંતુ હાલ માત્ર ૧૪ હજાર રૂપિયા જ મળ્યા છે આરોપી વિક્રમ સોહલા ૩૦ તારીખે બપોરે હાથમાં ધોકો લઈને આશ્રમમાં આવતો હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે. રાત્રે ૯ વાગ્યે મહંત ગાયની કોઈ દવા લીલા કલરની થેલીમાં લઈ રૂમમાં જતા નજરે પડે છે. રાત્રીના ૯ પછી સવાર સુધી મહંતને કોઈ મળ્યું નથી. પોલીસે જ્યાં અંતિમવિધિ થઇ ત્યાંથી અસ્થી અને રાખ પણ કબજે લઇ ડીએનએ ટેસ્ટ માટે મોકલી દીધા છે.

પોલીસે હાલ પીએમ કરાવ્યા વિના મૃતદેહ સોપી દેનાર દેવ હોસ્પીટલના તબીબ નિમાવત, ટ્રસ્ટીઓ ઉપપ્રમુખ જિતેન્દ્રસિંહ નવઘણસિહ જાડેજા, મંત્રી રક્ષિત વસંતભાઈ કલોલા, ખજાનચી શૈલેશ મુળજીભાઈ લુણાગરિયા, સુરેશ રત્નાભાઈ વાછાણી, પરેશ પરસોતમભાઈ હરસોડા અને જગદીશ રણછોડભાઈ વેકરીયા સહિતનાઓના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચની બે અને કુવાડવા પોલીસની બે મળી કુલ ૪ ટીમો દોડાવાઈ છે આરોપીઓએ બનાવ જાહેર થયા પછી, તુરંત જ પોતાના ફેન સ્વીચ ઓફ કરી દીધા હોય જેથી તેઓનું લોકેશન મેળવવું મુસ્કેલ સાબિત થઇ રહ્યું છે.

આરોપીઓનાં આશ્રયસ્થાનો ઉપર દરોડા : પરિવારની પૂછપરછ

મહંતને મરવા મજબુર કરવાના ગુનામાં નાશી છુટેલા અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી, હિતેશ લખમણભાઈ જાદવ અને વિક્રમ દેવજીભાઈ સોહલાને પકડવા પોલીસે તેઓના આશ્રય સ્થાનો જેવી કે વાડી, ફર્મ હાઉસ, રહેણાંક સહિતના સ્થળોએ દરોડા પાડયા છે તેમજ પરિવારજનોએ પણ બોલાવી તેઓનું લોકેશન મેળવવા પુછતાછ હાથ ધરી છે બનાવ મોડેથી જાહેર થયો હોવાથી આરોપીઓ કદાચ ગુજરાત બહાર ભાગી ગયા હોય તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન