Rajkot In Last 7 Day no positive case in for break chain one case is necessary
  • Home
  • Corona Live
  • રાજકોટમાં 7 દિવસથી એકપણ કોરોના પોઝિટિવ નહીં આવતા તંત્ર ચિંતામાં પેઠું, ચેઈન તોડવા 1 કેસ જરૂરી

રાજકોટમાં 7 દિવસથી એકપણ કોરોના પોઝિટિવ નહીં આવતા તંત્ર ચિંતામાં પેઠું, ચેઈન તોડવા 1 કેસ જરૂરી

 | 2:14 pm IST

રાજકોટ શહેર અને જિલ્લામાં નોવેલ કોરોનાવાઈરસ સામે આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા જંગમાં સોમવારે ત્રણ બાળક સહિત કુલ 10 સેમ્પલ લેવાયા હતા અને આ તમામ નેગેટીવ આવ્યા હતા. આજે સતત સાતમાં દિવસે રાજકોટમાં એક પણ કોરોનાનો કેસ નહિ નોંધાતા તંત્રે રાહતની લાગણી અનુભવી હતી. આ રાહતની વાત છે પણ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીનું મહત્વપૂર્ણ નિવેદન પ્રમાણે, તંત્ર એડ ચોટીનું જોર લગાવી કામ કરી રહ્યુ છે આમ છતાં ક્યાંક ક્લસ્ટર ચૂકાઈ ગયાનો સતત ભય છે અને જો તેવુ બન્યું તો રાજકોટમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે.

રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ પોતાનું અને અતિ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા ચિંતાનો વિષય છે. કોરોનાની ચેન તૂટી કે નહીં તે અંગે તંત્રની કામગીરી તેજ છે, તેમ છતાં કોઈ બેદરકારીના કારણે રહી ગઈ હશે તો આગામી સમયમાં એકઝાટકે મોટા પ્રમાણમાં કેસો સામે આવી શકે છે. હાલ રાજકોટમાં પોઝિટિવ દર્દીઓના વિસ્તારમાં સિમટ્રોમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં સાત દિવસથી કેસ સામે આવી રહ્યા નથી તે સારી પણ વાત છે પરંતુ અમારા માટે ભયજનક છે. એક અઠવાડિયામાં કોરોના વાયરસના 10 પોઝિટીવ કેસો સામે આવી ગયા પછી એકદમ રફતાર શાંત થયા તેની પાછળ હિડન ટ્રાન્સમિશન કે કોઇ ક્લસ્ટર ચુકાઈ ગયું હોય તેવો ભય છે.

જો તંત્ર દ્વાકા આવું થશે તો એકસાથે કોરોના વાયરસના કેસોમાં વિસ્ફોટ થશે અને મોટી સંખ્યામાં દર્દીઓ આવશે. હાલ આ ગંભીરતાને લઈને પોઝિટીવ દર્દીઓની આસપાસના ઘરોમાં સેમ્પલ લેવાઈ રહ્યા છે અને તેના માટે આખી સિસ્ટમ ઉભી કરાઈ છે. સૌથી મોટો ડાર્ક સ્પોટ જાગનાથમાં માતા-પુત્રના કેસ છે. આ બંનેને ક્યાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયુ નથી. જ્યાં સુધી આવી લિંક ન મળે ત્યાં સુધી ચેઈન ન મળે તો પછી તેને તોડી કેમ શકાય. જે લોકો વિદેશથી આવ્યા છે તે ત્રણેય કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ, ટેસ્ટ બધુ જ કરીને ત્રણેય પોઝિટિવની લિંક અમે તોડી નાંખી છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ 28 દિવસ જેટલો છે તેથી ક્યાં‌થી ચેપ આવ્યો તે હિસ્ટ્રી જાણ્યા ઉપરાંત નવા કેસ આવવા જરૂરી છે. અત્યારે આખુ તંત્ર કોરોના પર ધ્યાન આપી રહ્યુ છે તેથી એ જ ઈચ્છનીય અને સારૂ છે કે દરરોજ એકાદ બે કેસ આવે જેથી તેની લિંક શોધી, ટ્રેસ કરીને ચેઈન તોડી શકાય અને કેસોની સંખ્યા વધતી અટકાવી શકાય. જ્યારે બીજો રસ્તો એ છે કે કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ એટલે કે 28 દિવસ કરતા બમણા 56 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચેઈન તૂટી ગઈ તે જાહેર કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સોમવારે લેવાયેલા 10 સેમ્પલ પૈકી 4 માસના 2 બાળક, નવ વર્ષના એક બાળક શંકાસ્પદ જણાતા તેના સ્વોબસેમ્પલ લઈને રાજકોટ મેડીકલ કોલેજ ખાતેની વાઈરોલોજી લેબોરેટરમાં તેની ચકાસણી કરવામા આવી હતી. જેમા તમામ સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. રાજકોટમાં કુલ 251 સેમ્પલ અત્યાર સુધીમાં લેવાયા છે તેમાથી 241 નેગેટીવ આવ્યા છે. 10 કેસ પોઝીટીવ હતા તેમાંથી ત્રણ સાજા થઈ જતા રજા આપી દેવામા આવી છે.

કોરોનાના દર્દીઓ પૈકી રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલમા 2 અને ખાનગી હોસ્પિટલમાં 7 દર્દી સારવાર લઈ રહ્યા છે. બધા દર્દીની હાલત સ્થીર છે. અત્યાર સુધીમાં આઈસોલેશનમાંથી 243 દર્દીને રજા આપી દેવાઈ છે. સરકારી હોમ ઓબ્ઝર્વેશન સેન્ટરમાં 26 લોકોને રાખવામા આવેલા છે. આ તમામની હાલત સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન