Rajkot In two students were caught with obscene messages on social media with fake IDs
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુવતીઓ સાવધાન: વાંચી લો રાજકોટનો આંખ ઉઘાડનારો કિસ્સો, ફેક IDથી બે વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ કરાયા

યુવતીઓ સાવધાન: વાંચી લો રાજકોટનો આંખ ઉઘાડનારો કિસ્સો, ફેક IDથી બે વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ કરાયા

 | 10:47 am IST
  • Share

21મી સદીમાં આધુનિક ટેકનોલોજીનો લોકો સદુપયોગ પણ કરે છે અને દુરૂપયોગ પણ કરે છે પરંતુ દુરૂપયોગ કરતા લોકોને લોકઅપની હવા ખાવાનો વખત આવતો હોય છે ત્યારે રાજકોટમાં રહેતી બે છાત્રાઓના ફેક આઈડી બનાવી બીભત્સ મેસેજ મોકલતા હોવાની બે ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાતા પોલીસે ટંકારા અને માણાવદર પંથકના બંને શખ્સોને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના એરપોર્ટ રોડ ઉપર અંબીકા ભુવન એપાર્ટમેન્ટમાં રહેતા અને બી.સી.એ.માં અભ્યાસ કરતા શાર્લીનબેન દીપકભાઈ મહેતા ઉ.20 નામના વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં જુનાગઢના માણાવદરના ઝીન્ઝરી ગામના જયેશ ઉફ્રે જયદીપ નાથાભાઈ બકુતરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે એપલ કંપનીનો આઈફેન ઉપયોગ કરે છે 03 જુન 2021ના રોજ ઇન્સ્ટામાં રીક્વેસ્ટ મોકલી હતી જે ઓપન કરતા મારો એક ફોટો પોસ્ટ કરી તેમાં અભદ્ર મેસેજમાં લખણ લખેલ હતું. આ વ્યક્તિને પોસ્ટ દુર કરવાનું કહેતા અપશબ્દો કહ્યા હતા અને થાય તે કરી લેજો આ પોસ્ટ નહિ હટાવું તેવું કહેતા અરજી કરી હતી.

ત્યારબાદ માહિતી મંગાવતા હમીરભાઈ નાથાભાઈ બકુતરાનું નામ ખુલતા તેને બોલાવી પુછતાછ કરતા આ નંબર તેનો દીકરો જયેશ ઉપયોગ કરતો હોવાનું જણાવતા તેને પણ રૂબરૂ બોલાવી પુછતાછ કરતા પોતે ગુનાની કબુલાત આપી હતી. જેથી તેને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજી ફરિયાદમાં કોટેચા ચોકમાં અરવિંદ મણીયાર એપાર્ટમેન્ટમાં રહેતા રીતેશભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી ઉ.૪૧એ નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે તેની 16 વર્ષની દીકરી અભ્યાસ કરે છે અને ઇન્સ્ટા યુઝ કરે છે 12 મેંના રોજ દીકરીના નામને ભળતા આઈડી ઉપરથી રીક્વેસ્ટ આવી હતી જે મારી દીકરીએ એક્સેપ્ટ નહિ કરતા મારા પત્નીના ફેનમા રીક્વેસ્ટ આવી હતી જે એક્સેપ્ટ કરીને જોતા દીકરીના નામનું ફેક આઈડી બનાવી તેમાં મેસેજ કરેલા હોય જેથી આઈડી બંધ કરનહિતર પોલીસ સ્ટેશનમાં જઈશ તેમ છતાં આઈડી બંધ કરેલ નહી અને તેમાંથી બીભત્સ મેસેજ કરતા આ અંગે અરજી કરી હતી.

આરોપીએ ફેટા અને બીભત્સ મેસેજ વાઈરલ કરેલ હતા જેથી માહિતી મંગાવતા ટંકારાના નેસડા સુરજ ગામના દિવ્યેશ જયસુખભાઈ હરસોરાનું નામ ખુલતા તેના નિવેદનમાં આ ફેન નાનો ભાઈ આર્યનહરસોરા ઉપયોગ કરતો હોવાનું જણાવતા તેની પુછતાછ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન