રાજકોટનો રંગીલો બનેવીઃ 15 વર્ષની સાળીને દોઢ વર્ષ સુધી ચૂંથી, બે વખત પ્રેગ્નેન્ટ થતાં દવાઓ આપી

જયારે વાસનાનો કીડો કોઈ વ્યક્તિ ઉપર ચડે તો પછી તેને કોઈ સબંધની પરવાહ હોતી નથી, અને તે કોઈ પણ રીતે પોતાની વાસના સંતોષવા માટે કઈ પણ કરે છે. આવું જ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બન્યું છે. પોતાના આશરે રહેતી નાની એવી ફૂલ જેવી કળીને એક બનેવીએ દોઢ વર્ષ સુધી ચૂંથી અને સ્કૂલ જવાની ઉમરમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આપણા સમાજમાં વાસનાના વરુઓ ચારેતરફ ફરી રહ્યા છે અને તે તમારા ઘરમાં પણ હોય શકે છે. તેનાથી બચવા માટે ખાસ તકેદારીની જરૂર છે. ઘટના છે ઉપલેટાની. ઇકબાલ હબીબ કાલીયા ઉ.વ. 40, જે ઉપલેટામાં મજૂરી કામ કરે છે. અને તેના લગ્ન બોટાદમાં થયા હતા. તેના સાસરી પક્ષની આર્થિક હાલત સારી ના હોય તેની સાથે તેની નાની સાળી એટલે કે તેની પત્નીની નાની બહેન કે જની ઉંમર અત્યારે 15 વર્ષ છે તે દોઢ વર્ષ પહેલાં રહેવા આવી હતી. નાની ઉંમરમાં જ ખુબસુરત દેખાતી તેની સાળી ઉપર આ ઇકબાલ કાલીયાની નજર બગડી અને તેની આંખમાં વાસનાના સાપોલિયા રમવા લાગ્યા.
એક દિવસ ઘરે કોઈ ન હતું અને ઘરે માત્ર નાની એવી ફૂલ જેવી ઇકબાલની સાળી અને ઇકબાલ. આ એકલતાનો લાભ ઇકબાલે લીધો અને તેણે તેની આંખમાં રમતાં વાસનાના સાપોલિયાની વાસના બુઝાવી હતી. નાના એવા ફૂલને ચૂંથીને પછી ઇકબાલે તેને ધમકી આપી કે જો કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મુકીશ ને મારી નાખીશ.
તમામ રીતે મજબુર એવી આ નાની પરી મજબૂરીમાં આ નર્ક જેવી યાતના સહન કરી ગઈ. થોડા દિવસ બાદ તે માસિક ધર્મમાં ના આવતા તેણે આ વાત તેના બનેવી ઇકબાલને કરી. ત્યારે ઇકબાલે તેને પ્રેગ્નેન્સી ટેસ્ટની કીટ લઈને આપી અને પ્રેગ્નેન્સી ચેક કરતાં તે ગર્ભવતી હતી. ત્યારે તેને ગર્ભ કાઢવા માટેની દવા આપીને તેનો ગર્ભ કઢાવી નાખ્યો હતો.
પત્ની જયારે ગર્ભવતી થઇ અને તેને ડિલિવરીમાં બાળકનો જન્મ થયો તે સમયથી ઇકબાલે ફરીથી તેની સાળી સાથે બળજબરી શરૂ કરી અને રોજે રોજ જયારે મોકો મળે તે આ નાની એવી પરીને ચૂંથવાનું ચૂકતો ન હતો. આ સિલસિલો છેલ્લા દોઢ વર્ષથી ચાલતો રહ્યો અને ફરી આ નાની પરીને માસિક ધર્મ આવવાનો બંધ થયો. ત્યારે આ નાની પરીથી આ યાતના સહન ના થતા તેણે તેના પિતાને ફોન કરીને જાણ કરી કે તમે જલ્દી ઉપલેટા આવો.
જ્યારે તેના પિતા ઉપલેટા આવ્યા ત્યારે તેણીએ તેના પિતાને આખી ઘટના અને યાતનાની વાત કરી. એક બાપ ઉપર તો જાણે આભ ફાટી નીકળ્યું. કારણ કે જેના ભરોસે તેણે તેની ફૂલ જેવી દીકરી અને પોતાની પરીને મૂકી હતી તે જ હેવાન નીકળ્યો અને તેણે જ તેને ચૂંથી નાખી હતી. એક મજબુર બાપ પાસે ન્યાય મેળવવા માટે પોલીસ સિવાય કોઈનો સહારો ન હતો. તેણે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઉપલેટા પોલીસે ઇકબાલ કાલીયાને તો જેલ હવાલે કર્યો હતો.
આ વીડિયો પણ જુઓઃ રાજકોટમાં પ્રદૂષણ પાપીઓનું વધુ એક પાપ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન