Rajkot's 'Amba' becomes Italian citizen, baby thrown on the road a year and a half ago will now grow up abroad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટની ‘અંબા’ બની ઇટલીની નાગરિક, દોઢ વર્ષ પૂર્વે રસ્તા પર ફેંકી દીધેલી બાળા હવે વિદેશમાં ઉછરશે

રાજકોટની ‘અંબા’ બની ઇટલીની નાગરિક, દોઢ વર્ષ પૂર્વે રસ્તા પર ફેંકી દીધેલી બાળા હવે વિદેશમાં ઉછરશે

 | 11:20 am IST
  • Share

રાજકોટની ભાગોળે નિર્જન સ્થળેથી છાતીમા ઈજાના નિશાન અને શ્વાને દાંત ભરાવેલી હાલતમા જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા મળેલી એક નવજાત બાળકી મોત સામેનો જંગ તો જીતી જ ગઈ સાથે તે હવે પૂરા રાજકોટની વ્હાલસોયી ‘અંબા’ બની ને આખરે ઇટાલીના મા-બાપના ઘરે ઉછરવાની છે.

વર્ષ 2020ની શરૂઆતમાં રાજકોટના કાળીપાટ પાસેથી બરફ્ ભાંગવાના સૂયાથી ગંભીર નવજાત શિશુને શ્વાન મોઢામાં ઉઠાવી લઇ જતા હોવાની દર્દનાક ઘટના બનતા તે સમયે ત્યાં ક્રિકેટ રમતા બાળકોએ શ્વાનના મુખમાંથી છોડાવી અને તે બાળકીને કલેકટર તંત્રની મદદથી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

તે સમયે ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલે કલેકટર રેમ્યા મોહનને ઘટનાની વાત કર્યા બાદ તે બાળકીની સારવાર માટે તમામ પ્રયાસો કરવા સુચના આપતા ડેપ્યુટી કલેકટર અને સમાજ સુરક્ષાના મિત્સુ વ્યાસ હોસ્પિટલમાં દરરોજ તેની ખબર અંતર પૂછવા જતા. જે બાદ કોરોના મહામારી શરુ થતા બાળકીને સીવીલમાં સંક્રમણનું જોખમ હોવાના ડરે ખાનગી અમૃતા હોસ્પિટલમાં દાખલ કરાઈ.

જ્યાં ત્રણ માસ સુધી સારવાર ચાલી ત્યાં સુધી દેખભાળ રખાઈ અને રાજ્ય સરકારે દીકરીની સારવારનો સાડા છ લાખનો ખર્ચ આપ્યો. જેને પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવતે તે બાળકીનું અંબા નામ આપ્યું. બાળકી સ્વસ્થ થતા તેને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રખાઈ હતી. પ્રમુખ હરેશ વોરાના જણાવ્યા પ્રમાણે અંબાને સ્પેશ્યલ કેટેગરીમાં મુકાઈ હોવાથી ઇટાલીના દંપતિએ બાળકીને દતક લેવાનો નિર્ણય કર્યો છે. કમ્પ્યુટર એન્જીનીયર પિતા ગુંથર અન્ટ્રેઈનર અને નર્સ માતા પ્લેન્ક કેટરીનની દીકરી બનશે અંબા. ઇટાલીના વિઝા, પાસપોર્ટ, કોર્ટમાં એફ્ડિેવિટ સહીતની પ્રક્રિયા બાદ એટલે કે ચાર માસ પછી બાળકીને તે દંપતી દતક લઇ જઈ શકશે.

અંબાના કેર ટેકર કલેકટરની બાળકીને સુખરૂપ જીવનની શુભેચ્છા

મોતને મ્હાત આપતી અંબા હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. ગંભીર ઈજાને લીધે તેને હાલ સંભાળવાની થોડી મુશ્કેલી છે. જોકે હાલ હવે તે બાળકીને ઇટાલીનું દંપતી દતક લઇ જવાનું છે ત્યારે કલેકટરરેમ્યા મોહને બાળકી માટે સુખરૂપ જીવનની પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન