rajpal yadav farming from his tractor at his field viral Video
  • Home
  • Featured
  • Video રાજપાલ યાદવે તેના ગામડે ચલાવ્યુ ટ્રેક્ટર, મોજમાં આવી જતા કહ્યુ કે…

Video રાજપાલ યાદવે તેના ગામડે ચલાવ્યુ ટ્રેક્ટર, મોજમાં આવી જતા કહ્યુ કે…

 | 2:17 pm IST

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ફિલ્મોમાં તેની કોમેડીના કારણે ખુબજ લોકપ્રિય છે. દર્શકો તેની કોમેડીને ખુબજ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર રાજપાલ તેના કોમેડી વીડિયો શેર કરી દર્શકોનું મનોરંજન કરતો રહે છે. હાલમાં કોરોનાને કારણે રાજપાલ યાદવ પોતના ગામડે ગયો છે. રાજપાલે એક વીડિયો શેર કર્યો છે ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રાજપાલ ટ્રેક્ટર ચલાવતો જોવા મળે છે. આ પહેલા સલમાન ખાને પણ ટ્રેક્ટર ચલાવ્યુ હતુ સલમાનનો આ વીડિયો પણ ખુબજ વાયરલ થયો હતો. ધર્મેન્દ્ર તો વર્ષોથી તેના પરીવાર સાથે ફાર્મ પર રહે છે અને ટ્રેક્ટર ચલાવતો રહે છે.

રાજપાલ યાદવે કેપ્શનમાં લખ્યુ કે ટ્રેક્ટર ચલાવવાની મજાજ કંઇક ઓર છે. રાજપાલ યાદવ હાલ કુદરતના ખોળે સમય પસાર કરી રહ્યો છે. બોલિવૂડમાં એવા કેટલાયે કલાકારો છે જે પોતાના વતન પરત જઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન