Rakesh Tikait's attack on the central government before leaving Jantar Mantar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જંતર-મંતર જતા પહેલા રાકેશ ટિકૈતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ‘ભેંસ’ સાથે કરી સરખામણી

જંતર-મંતર જતા પહેલા રાકેશ ટિકૈતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ‘ભેંસ’ સાથે કરી સરખામણી

 | 10:23 am IST
  • Share

દિલ્હીની સરહદો પર મહિનાઓથી આંદોલન કરી રહેલા ખેડૂતો ગુરૂવારના પોતાના પ્રદર્શનને ધાર આપવાના છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતોનું એક જૂથ જંતર-મંતર તરફ કૂચ કરી ચૂક્યું છે. દિલ્હી પોલીસે અહીં તેમને પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. જંતર-મંતર પર ‘કિસાન સંસદ’ લાગશે જેમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પણ સામેલ હશે. સિંઘુ બૉર્ડરથી 200 ખેડૂતોનું જૂથ બસો દ્વારા જંતર-મંતર પહોંચી રહ્યું છે.

સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન ચાલશે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત ટીકરી બૉર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત સિંઘુ બૉર્ડર માટે રવાના થઈ ચૂક્યા છે. તેમની સાથે 8 પ્રદર્શનકારી ખેડૂતો પણ છે. પ્રસ્થાન કરતા પહેલા ટિકૈતે કહ્યું કે, “અમે જંતર-મંતર પર કિસાન સંસદ લગાવીશું. અમે સંસદની કાર્યવાહી પણ જોઇશું.”

રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર વધારે સખ્ત છે. જનતાએ આટલી તાકાત પણ કોઈને ના આપવી જોઇએ. એક કહેવત છે કે ગામડાઓમાં કે, ‘જે ભેંસને જે ખૂંટે બાંધવામાં આવી હોય છે, જ્યારે તેમાં વધારે તાકાત આવી જાય તો એ સૌથી પહેલા એ ખોરને જ પાડી દે છે જેમાં તે ખાવાનું ખાય છે.’ સરકાર પણ જેણે તેને વોટ આપ્યા એમને જ સૌથી પહેલા પાડી રહી છે.

ખેડૂતોની મૂવમેન્ટને જોતા સિંઘુ બૉર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આજે અહીં અનેક જગ્યાઓથી પ્રદર્શનકારી ભેગા થશે અને પછી જંતર-મંતર તરફ પ્રયાણ કરશે. ખેડૂતોના જંતર-મંતર તરફ જતા પહેલા અહીંની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે જંતર-મંતર તરફ જનારા રસ્તાઓ પર બેરિકેડિંગ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન