rakhi sawant called deepak kalal her bhai shared photo
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની આ અભિનેત્રીએ શરમ નેવે મૂકી, જેની સાથે લગ્નનું એલાન કર્યું એને જ ભાઈ બનાવ્યો

બોલિવૂડની આ અભિનેત્રીએ શરમ નેવે મૂકી, જેની સાથે લગ્નનું એલાન કર્યું એને જ ભાઈ બનાવ્યો

 | 4:07 pm IST

બોલિવૂડની ડ્રામા ક્વીન જેને કહેવામાં આવે છે એવી અભિનેત્રી રાખી સાંવત હંમેશા કંઈક નવા નવા કાંડ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહે છે અને નવી નવી પોસ્ટ કરતી રહે છે. રાખીની પોસ્ટ જોઈને ફેન્સ પણ હક્કા-બક્કા રહી જાય છે. ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે રાખીએ કંઈક એવું શેર કર્યું કે લોકોએ મનફાવે એવી સંભળાવી છે અને ભારે ટ્રોલ કરી છે. આ પોસ્ટમાં રાખી સાવંત દિપકને ભાઈ જણાવી રહી છે. આ પોસ્ટમાં તેણે સાથે જ બિગ બોસ-14નો પણ ઉલ્લેખ કર્યો છે.

View this post on Instagram

Happy Raksha Bandhan Deepak Kalal bhai

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખી સાવંતે ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે. ફોટોમાં તે દિપલ કલાલ સાથે જોવા મળી રહી છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું કે, રાખી સાવંત-દિપક કલાલ-બિગ બોસ 14, ભાઈ-બહેનની જોડી. સાથે જ રાખી સાવંતે લખ્યું કે હેપ્પી રક્ષાબંધન દિપલ કલાલ ભાઈ.

રાખી સાવંત અને દિપક કલાલ હંમેશા પોતાની અજીબ પોસ્ટના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણા સમય પહેલાં દિપક કલાલે અને રાખીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે બન્નેએ એલાન કર્યું હતું કે તે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નનું સ્થળ, તારીખ અને સમય પછી સામે આવ્યું હતું કે તે માત્ર એક કાંડ હતો. આ સાથે રાખીએ એવું પણ એલાન કર્યું હતું કે તે એક એનઆઈઆર રિતેશ સાથે લગ્ન કરી ચૂકી છે. પરંતુ હજુ કોઈ માહિતી સામે આવી નથી.

આ વીડિયો પણ જુઓ: ગુજરાત પોલીસના પૂર્વ DGP પી સી ઠાકુરનો વિડીયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન