અમદાવાદમાં રક્ષાબંધને ભાઇઓએ કરી બહેનની હત્યા, કારણ છે ચોંકાવનારૂં

રક્ષાબંધનનો અર્થ એવો થાય છે કે આ દિવસે બહેન પોતાના ભાઇને હાથે રાખડી બાંધીને તેની લાંબી જીંદગીની ઇશ્વર પાસે દુઆ માંગે છે. તેમજ તન, મન, ધનથી સુખી રહે એવા આશીર્વાદ આપે છે. પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે બે ભાઇઓ પર ફિટકારની લાગણી થશે
બહેનને રાખડી બાંધવા ગયેલ 2 ભાઈઓએ બહેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. સોફી ઉર્ફે મીરા દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાથી ભાઈના છૂટાછેડા થતાં તેમજ અવારનવાર ભાઈઓ વચ્ચે બબાલ થતી હોવાથી મીરાને મોતને ઘાટ ઉતારી હતી.
કલકત્તાની વતની સોંફી ઉર્ફે મીરા છેલ્લા કેટલાક સમયથી તેના ચાર ભાઈઓ સાથે અમદાવાદમાં રહેવા માટે આવી હતી. અને તે દરમિયાન તેના પ્રથમ લગ્ન રાકેશ નેપાળી સાથે થયેલ હતા. રાકેશ નેપાળીનું મૃત્યુ થતા તેને બીજા લગ્ન રામ સ્વરૂપ સાધુ સાથે કર્યા હતા. બહેન દેહવ્યાપારનો ધંધો કરતી હોવાથી અને તેના કારણે કુટુંબમાં ભાઈઓમાં સતત વિવાદ ઊભો થતો હોવાથી તેમજ સાજીતના છુટાછેટા બહેન દેહવ્યાપાર ધધો કરતી હોવાથી થયા હતા. જેના કારણે સાજીત અને રોજો અલી બંને ભાઈઓએ બહેનની હત્યા કરવાનું નક્કી કર્યું. વસ્ત્રાલમાં આવેલ સરિતા રેસીડેન્સીમાં રહેતી બહેન મીરાને રક્ષાબંધનના બીજા દિવસે બન્ને ભાઈઓ રાખડી બાંધવા માટે આવે છે તેમ ફોન કરીને તેના ઘરે પહોંચ્યા હતા. સાજીત અને રોજોઅલી બંન્નેએ મીરા પાસે રાખડી બંધાવી હતી. રાખડી બાંધ્યા બાદ બંન્ને ભાઇઓએ મળી રુમમા અગરબત્તી કરી રહેલ પોતાની બહેનને પીઠના અને પેટના ભાગે છરીઓ મારી મોતને ઘાટ ઉતારી હતી.
બને ભાઈઓએ હત્યાની શંકા તેમના પર ના જાય તે માટે તકનો લાભ લીધો હતો અને હત્યાનો બનાવ બન્યાના 3 અઠવાડિયા પહેલા બંને ભાઈઓએ મીરાને તેના બીજા પતિ રામ સાધુ સાથે ઝગડો કરતા જોઈ હતી. અને તેને લઇને અત્યારે હત્યા કરશે કોઈ તેમના પર શકા નહીં જાય અને તેને લઈને સાજીત અને રોજો અલીએ મીરાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. બંન્ને ભાઈ ઘરે જઈ બહેનને મોતને ઘાટ ઉતારી ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 6 લાખ 14 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કોઈને શંકા ના જાય તે માટે મકાનની બહાર લોક મારીને બંને ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં બંન્નેએ હત્યા કરતી વખતે પહેરેલ કપડા અને અને 2 છરા વટવા પાસે ઝાડીમાં ફેંકી દીધા હતા.
બહેન પાસે પોતાની રક્ષા માટે રાખડી બાંધવા માટે ગયેલ ભાઈઓએ જ હત્યા કરતા અનેક સવાલ ઉભા થયા છે અને ભાઈ બહેનના વિશ્વાસની હત્યા થઈ છે.
આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં ડુપ્લીકેટ માસ્ક વેચનાર વેપારીની ધરપકડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન