• રામમંદિરને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ
  • રામ ભજન ગાયકોનો પીએમ મોદી વધારી રહ્યા છે ઉત્સાહ
  • પીએમ મોદીએ ગીતા રબારીનું ભજન કર્યુ શેર

અયોધ્યામાં રામમંદિરને લઇને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો પણ ભગવાન રામના ભજન કિર્તન કરીને ભાવવિભોર બન્યા છે. ત્યારે પીએમ મોદી પણ ભજનીકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. જુબીન નૌટિયાલ, શ્વેતા સહિત હવે ગુજરાતના ગીતાબેન રબારીના રામ ભજનના પીએમ મોદીએ વખાણ કર્યા છે.

ગીતા રબારીનું ભજન કર્યુ શેર

[[$googlead]]

આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે અયોધ્યામાં રામજીના દિવ્ય અને ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનને લઇને રાહ જોવાઇ રહી છે. દેશભરના મારા પરિવાર જનો પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઇ રહ્યા છે. તેમના સ્વાગત માટે ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવ વિભોર કરી દેનારુ છે. 

[[$alsoread]]


સ્વાતિ મિશ્રાનું ભજન કર્યુ શેર

મહત્વનું છે કે આ અગાઉ રામ આયેંગે તો અંગના સજાઉંગુ આ ભજન હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયુ હતું. જેની. પીએમ મોદીએ આ ભજનની લિંક શેર કરી છે. આ ભજન સ્વાતિ મિશ્રા દ્વારા ગાવવામાં આવ્યું છે. PM એ સ્વાતિ દ્વારા ગાયેલા ભજન 'મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે' ની લિંક શેર કરી અને લખ્યું કે 'શ્રી રામ લાલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે'.


  • Follow us on: