• સીટી લાઈટના એક બિલ્ડીંગ પર 120 ફૂટ ઊંચા રામ
  • બિલ્ડીંગના આખા ભાગમાં 120 ફૂટ ઊંચુ બેનર લાગ્યું
  • 22 મીએ દિવાળીની જેમ દીવડા પ્રગટાવી રામ ધૂન સાથે ઉજવણી કરાશે

અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે. આ સમયે દેશ વિદેશ અને સાથે જ ગુજરાતમાં પણ લોકો ખાસ રીતે ઊજવણી કરી રહ્યા છે. આ સાથે જ રામ મંદિરને લઈને સુરતના લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં રામલલ્લાના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહ્યો છે. સુરતમાં સીટી લાઈટના બિલ્ડિંગ પર ખાસ બેનર લગાવાયું છે.


[[$googlead]]

[[$alsoread]]

શું છે આ બેનરની ખાસિયત

સુરતના બિલ્ડિંગ પર લાગેલા આ બેનર પર જય શ્રી રામ લખ્યું છે અને સાથે જ રામ ભગવાનનો ફોટો પણ બનાવવામાં આવ્યો છે. આ બેનર 120 ફૂટ ઊંચું છે. આ બેનરને બિલ્ડિંગના આખા ભાગ પર લગાવવામાં આવ્યું છે.


22મીએ શું છે કાર્યક્રમ

22મીએ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે ત્યારે સુરતમાં સીટી લાઈટના બિલ્ડિંગમાં દિવાળીની જેમ દીવા કરવામાં આવશે. આ સાથે અહીં લોકો ભેગા થશે અને રામધૂનની સાથે ઉજવણી કરશે. આ પોસ્ટર્સ લગાવવાને લઈને લોકોનું માનવું છે કે અમારા ઘરમાં રામ આવી રહ્યા છે.

આ સુરતીઓને મળ્યું અયોધ્યામાં આમંત્રણ

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ

ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ

જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ

સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ

લવજીભાઇ બાદશાહ – ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ

ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ

પ્રભુજી ચૌધરી

સંજયભાઇ સરાવગી - ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકાર

વિનોદભાઇ અગ્રવાલ

દ્વારકાદાસ મારુ

જગદીશભાઇ પ્રયાગ

સી.પી. વાનાણી

દિનેશભાઇ નાવડીયા - હીરા ઉદ્યોગકાર

અરજણભાઇ ધોળકીયા

લાકડામાંથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ

સુરતમાં અગાઉ રામ મંદિરની સોના ચાંદી અને હીરા માંથી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જે પછી હવે લાકડામાંથી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જેના માટે 30 જેટલી બહેનો દરરોજ 100 લાકડાના રામ મંદિર બનાવે છે. આ જગ્યા પર રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ આવી રહી છે. અને જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ ડિમાન્ડ વધી રહી છે. એટલું જ નહીં આ મંદિરની રચના પણ વિશેષ રીતે કરવામાં આવી રહી છે. જેમાં 500 પાર્ટને જોડીને રામ મંદિર બનાવવામાં આવી રહ્યા છે.

રામ મંદિરની થીમ પર બનાવાયો ખાસ નેકલેસ

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્ઝીબિશન ચાલી રહ્યો છે. જેમાં વિવિધ પ્રકારના આકર્ષણ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા રૂ 50 લાખથી વધુની કિંમતનો રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવવામાં આવ્યો છે. જેમાં 5000થી વધુ ડાયમંડનો ઉપયોગ કરાયો છે.આ વિશેષ નેક્લેસમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળે છે. આ નેકલેસમાં 2 કિલો ગોલ્ડની સાથે સિલ્વરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નેકલેસ માટે 30 દિવસની મહેનત, 40 કારીગરોની મહેનતે બન્યો છે. જેમાં રામ મંદિરની સાથે રામ, લક્ષમણ અને સીતા પણ બનાવાયા છે.

  • Follow us on: