• લાખો શ્રદ્ધાળુની અવરજવર રહેતાં આવનારા 18થી 24 મહિનામાં માનવશક્તિની માગ વધશે

  • આતિથ્ય, પ્રવાસ અને પર્યટન ઉદ્યોગમાં નોકરીની 20,000 નવી તકો ઊભી થશે
  • ગાઇડ સહિતના મોરચે માગ ઉત્તરોત્તર વધતી રહેશે

22 જાન્યુઆરીના રોજ રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા પછી લાખો પ્રવાસીની અવરજવર વધતાં આતિથ્ય, પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે રોજગારીની 20,000 નવી તકોનું સર્જન થશે. રોજ રામમંદિરની મુલાકાતે લાખો શ્રદ્ધાળુ આવતા થતાં કંપનીઓ તે પછી પણ કર્મચારીની સંખ્યા વધારતી જ જશે. રેનસ્ટેન્ડ ઇન્ડિયાના મુખ્ય વાણિજ્ય અધિકારી યેશાબગિરિએ જણાવ્યું હતું કે, 'અયોધ્યા આવનારા ગણતરીના વર્ષોમાં વૈશ્વિક પર્યટન મથક બની રહેતાં દૈનિક 3-4 લાખ શ્રદ્ધાળુ અયોધ્યાની મુલાકાતે આવતા થશે.'

અયોધ્યા ખાતે શ્રદ્ધાળુની અવરજવર વધતાં અત્યારથી જ રોકાણ સ્થાન અને પ્રવાસની માગ વધી રહી છે. અયોધ્યામાં આતિથ્ય ઉદ્યોગ ફાલવાફૂલવા લાગ્યો છે. આ ઉદ્યોગે પોતાની ક્ષમતાઓના વિસ્તારની કામગીરી શરૂ કરી દીધી છે. ગિરિએ જણાવ્યું હતું કે આ સ્થિતિને કારણે દર વર્ષે 20થી 25 હજાર રોજગારીની કાયમી અને હંગામી તકો ઊભી થતી રહેશે. હોટલ સ્ટાફ, હાઉસકીપિંગ, રસોઇયા, દુભાષિયા ટૂરિસ્ટ

વીતેલા 6 મહિનામાં રોજગારીની 10 હજાર તક વધી

ટીમ લીઝ કંપનીના અધિકારી બાલાસુબ્રમણ્યમના જણાવ્યા મુજબ આતિથ્ય, પ્રવાસ અને પર્યટન મોરચે વીતેલા 6 મહિનામાં હોટલ સ્ટાફ, રસોઇયા, સેવકો, ડ્રાઇવર્સના સ્વરૂપમાં 10થી 20 હજાર નોકરીની તકો ઊભી થઇ છે. આ વર્ષના અંત સુધીમાં કે વર્ષ 2025ના આરંભ સુધીમાં માત્ર અયોધ્યા જ નહીં પરંતુ નજીકના લખનઉ, કાનપુર, ગોરખપુર જેવા શહેરોમાં હોટલ મેનેજમેન્ટ, રેસ્ટોરન્ટ, લોજિસ્ટિક મેનેજર્સ,ડ્રાઇવરના રૂપમાં હજારો રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. આવનારા ત્રણ-ચાર મહિનામાં જ મંદિરે આવતા શ્રદ્ધાળુ અને જરૂરી માનવશક્તિનો અંદાજ આવી જશે. મંદિર નિર્માણ કામગીરી શરૂ થઈ ત્યારથી રોજગારમાં વધારો થયો છે.

પ્રતિદિન 2થી 3 લાખ શ્રદ્ધાળુની અવરજવરનો અંદાજ

દેશના સૌથી ધનવાન મંદિર તિરુપતિ બાલાજીના દર્શને રોજ સરેરાશ 50,000 શ્રદ્ધાળુ આવતા રહે છે. ઉત્સવ અને પર્વને દિવસે તે સંખ્યા વધીને 1 લાખ થઇ જતી હોય છે. એવી આશા સેવાઇ રહી છે કે રામમંદિરના દ્વાર ખૂલ્યા પછીના પ્રથમ સપ્તાહમાં જ 3 થી 7 લાખ શ્રદ્ધાળુ રામમંદિરની મુલાકાત લેશે. માંડવામાં આવેલા અંદાજો મુજબ આવનારા વર્ષોમાં અયોધ્યામાં દૈનિક 2થી 3 લાખ શ્રદ્ધાળુ મુલાકાત લેતા થશે તો મોટી માનવશક્તિ જરૂરી બની રહેશે. તેથી કહી શકાય કે પ્રતિ વર્ષ રોજગારીની તકોમાં વધારો થતો જ રહેશે.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની લાંબી વિધિનો પ્રારંભ થઇ ચૂક્યો છે. બુધવારે રામલલાની પ્રતીકાત્મક પ્રતિમાને સુંદર પાલખીમાં બેસાડીને ભવ્ય રામમંદિરના સંપૂર્ણ પરિસરમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન રામમંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ ભગવાનના દર્શન કર્યા હતાં.


  • Follow us on: