• અશોક રાવલે દાવો કર્યો હતો કે રામ મંદિરના નિર્માણ માટે VHPએ 225 કરોડ રૂપિયા ભેગા કર્યા છે
  • ગોધરામાં આગની ઘટના ફેબ્રુઆરી 2002માં બની હતી
  • જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતા

ગુજરાતમાં 2002માં ગોધરા ટ્રેન આગમાં માર્યા ગયેલા 59માંથી 19 કાર સેવકોના પરિવારો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિર ખાતેના અભિષેક સમારોહમાં હાજરી આપશે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી અન્ય આમંત્રિતોમાં 320 સંતો અને સમાજના 105 પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ થાય છે.

19 કાર સેવકોના પરિવારો અભિષેક સમારોહમાં ભાગ લેશે.

VHPના ગુજરાત એકમના મહાસચિવ અશોક રાવલે જણાવ્યું હતું કે, “ગોધરા રેલ્વે સ્ટેશન પાસે બદમાશો દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે કોચને આગ ચાંપવામાં આવતા માર્યા ગયેલા કાર સેવકોના પરિવારો પણ આમંત્રિતોમાં સામેલ છે. આ કારસેવકો સાબરમતી ટ્રેન દ્વારા અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે VHP 20 કાર સેવકોના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં સક્ષમ છે, જેમાંથી 19 લોકોએ અયોધ્યામાં સમારોહમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે.

ગોધરામાં આગની ઘટનામાં 59 કાર સેવકોના મોત થયા હતા

અશોક રાવલે દાવો કર્યો હતો કે રામ મંદિરના નિર્માણ માટે VHPએ 225 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ગોધરામાં આગની ઘટના ફેબ્રુઆરી 2002માં બની હતી, જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ગુજરાતના ઈતિહાસમાં સૌથી ભયાનક કોમી રમખાણો થયા જેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા.

પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12.20 કલાકે શરૂ થશે

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકમાં દેશભરમાંથી લોકો ભાગ લેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક મોટી રાજકીય હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓ અને રમતગમતની હસ્તીઓ પણ ભાગ લેશે. જેના માટે અયોધ્યામાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 17 જાન્યુઆરીએ કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે શરૂ થશે. ગુજરાત સરકારે 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસની રજા જાહેર કરી છે.


  • Follow us on: