• અયોધ્યા રામમંદિરના દર્શન કરો નિશ્ચિંત થઇને
  • તમારો કિંમતી સામાન ખોવાઇ કે ચોરાશે નહી
  • નિઃશુલ્ક લોકર સેવાનો કરાયો છે પ્રારંભ

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે. અહીં આવનારા મુસાફરોને કોઇ અગવડતા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત જિલ્લા પ્રશાસન પણ સવલતોનો ખાસ ખ્યાલ રાખી રહ્યા છે. ત્યારે હવે જો તમારા મનમાં એમ હોય કે મારો કિંમતી સામાન ક્યાંય ચોરાઇ ગયો તો.. તો આ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો.

ફ્રીમાં લોકર સુવિધા

[[$googlead]]

 રામમંદિરમાં દર્શન કરવા માટે પોતાનો ફોન કે અન્ય કોઇ સામાન તમારી પાસે હોય તો તે ખોવાઇ જવાની કે ચોરાઇ જવાની ચિંતા નહી રહે. કારણ રે અયોધ્યામાં નિઃશુલ્ક લોકર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમને પર્સનલ ચાવી આપીને ફ્રીમાં લોકર આપવામાં આવે છે. આ સેવાની શરૂઆત પણ થઇ ગઇ છે.

[[$alsoread]]

સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સરસ છે- યાત્રી

અયોધ્યા આવનારા મુસાફરો કહી રહ્યા છે કે અયોધ્યાની કાયા પલટ થઇ ગઇ છે. હજી તો રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ નથી તેમ છતાં પણ અહીં સુવિધા અને સુરક્ષા એટલી કડક અને ચુસ્ત જોવા મળી રહી છે. યાત્રીઓ માટે ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. અમે અહીં આવીને રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.


  • Follow us on: