- અયોધ્યા રામમંદિરની નજીક બની છે ટેન્ટ સિટી
- ટેન્ટ સિટીમાં છે 30થી વધુ લક્ઝુરિયસ ટેન્ટ
- ટેન્ટમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી મળશે સુવિધાઓ
અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશના મહેમાનો આવી પહોંચશે. જો કે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રિ બુકીંગ હાલ રદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા બાદ તો રામમંદિરના દર્શને જવુ હશે તો તમારે રહેવાની એકદમ સરસ સુવિધાઓ કરવામાં આવી રહીછે. એક તો છે હોટલ, બીજુ છે હોમ સ્ટે અને હવે લક્ઝુરિયસ ટેન્ટ સિટી તૈયાર થઇ રહી છે.
ટેન્ટસિટી છે તૈયાર
રાષ્ટ્ર રામ મંદિરમાં ઐતિહાસિક અભિષેક સમારોહની રાહ જોઈ રહ્યું છે જે જાન્યુઆરી 2024 માં થવાનું છે. અયોધ્યાની પવિત્ર શહેર ભવ્ય ઘટના માટે તૈયાર થઈ રહી હોવાથી તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે રામ મંદિરની નજીક એક ‘આલિશાન’ ટેન્ટ સિટી વિકસાવવામાં આવી છે. ટેન્ટ સિટીમાં 30 ટેન્ટ હાઉસ છે જેમાં વૈભવી સુવિધાઓ છે.
ટેન્ટમાં કેવી છે સુવિધાઓ ?
આ સુવિધાઓ કંઇ ફાઇવ સ્ટાર હોટલથી કમ નથી. ડાઇનિંગ હોલથી લઈને એક્ટિવિટી એરિયા સુધીની તમામ સુવિધાઓ છે. અહીં 10 ફૂટ લાંબી રામ પાદુકા છે. સાંજે કલ્ચર પ્રોગામનું પણ આયોજન કરવામાં આવે છે. કુદરતની સાથે રહીને શાંતિથી તમારો દિવસ રામજીના સાંનિધ્યમાં વિતાવી શકશો.









