- 10થી વધુ ભાષામાં રામચરિત માનસ વેબસાઈટથી ડાઉનલોડ કરી શકાશે
- ગીતાપ્રેસ સેંકડો નકલો છાપવામાં સક્ષમ ન હોવાથી હવે ઈન્ટરનેટનો લીધો સહારો
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં રામચરિત માનસ ખરીદવાનો ક્રેઝ વધ્યો
અયોધ્યા ધામમાં હવે રામ મંદિરના ગણતરીના દિવસોમાં પ્રાણપ્રતિષ્ઠા શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં સનાતન ધર્મ અને શ્રીરામનો પ્રચાર થાય તે હેતુથી ગીતાપ્રેસ એના સ્થાપનાથી અત્યાર સુધી 95 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરી ચૂકી છે. ગોરખપુરમાં આવેલી ગીતાપ્રેસ હાલ સમગ્ર ચર્ચાનું મુખ્ય કેન્દ્રબિંદુ બન્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની જાહેરાત બાદથી અહીં રામચરિત માનસની માંગ પૂર્ણ કરવાનો પડકારનો સામનો કરી રહી છે. ગીતાપ્રેસના મેનેજમેન્ટ અનુસાર હજારો પુસ્તકોની માંગને ધ્યાનમાં રાખી ગીતાપ્રેસ રામચરિતમાનસને વેબસાઈટ પર અપલોડ કરશે. જેને હવે ગીતાપ્રેસની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
સેંકડોની સંખ્યામાં લોકોને લાભ મળે તેવો પણ હેતુ
ગીતાપ્રેસ મેનેજમેન્ટ તરફથી જણાવ્યા પ્રમાણે ગીતાપ્રેસની વેબસાઈટ પરથી મફત ડાઉનલોડ કરી શકાશે. અમે 15 દિવસ માટે આ સેવા આપીએ છીએ. જેને 50 હજાર લોકો ડાઉનલોડ કરી શકશે. માંગ અચાનક વધતા અમે આની ક્ષમતા વધારીશું. જેમાં એક લાખ લોકો એકસાથે રામચરિતમાનસ ડાઉનલોડ કરી શરશે. આ સેવાની ડેડલાઈન વધારી પણ શકાશે. જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીની જાહેરાત થઈ ત્યારે રામચરિત માનસની માંગ ત્યારથી વધી ગઈ છે. આ માંગને પહોંચી વળવા દબાણ વધી ગયું છે. તેમનું કહેવું છે કે લોકો એટલા ઉત્સાહમાં છે કે મોટાપાયમે રામચરિતમાનસ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પાઠ કરવા પર વિચાર કરી રહ્યા છીએ.
ગમે ત્યારે રામચરિત માનસ ડાઉનલોડ કરી શકાશે
ગીતાપ્રેસના મેનેજર અનુસાર, આની અમે સરખામણી કરીએ તો ગત વર્ષે આશરે 75 હજાર પુસ્તકો છપાઈ અને વેચાણ થયું હતું. જો કે ઓછી જગ્યાને લીધે અમે આ વર્ષે પ્રિન્ટિંગ અને વિતરણની માંગને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. અમારી પાસે રામચરિતમાનસની બે ચાર લાખ નકલો છાપવા અને ઉપલબ્ધ કરાવાની તૈયારી નથી. ગત મહિનાથી રામચરિત માનસની એક લાખ નકલો ઉપલબ્ધ કરાવવા સફળ રહ્યા છે. બાદ આની માંગ પૂર્ણ નથી થઈ રહી.
ગીતાપ્રેસ પાસે જગ્યા અને સમયના અભાવે વેબસાઈટ પર મુકવાનો લીધો નિર્ણય
ગીતાપ્રેસ મેનેજમેન્ટ તાજેતરમાં જયપુરથી 50 હજાર રામચરિતમાનસની માગ કરાઈ હતી. ભાગલપુરથી 10 હજાર પ્રતિઓની માંગ કરવામાં આવે છે. જો કે પ્રેસ તરફથી આનો અસ્વીકાર કરાયો છે. સમગ્ર દેશમાં આવી સ્થિતિ છે. તેમને કહ્યું કે ગીતાપ્રેસ પોતાની સ્થાપના બાદથી 95 કરોડ કરતાં વધુ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રેસ પર પુસ્તકો પ્રકાશિત કરવાનું દબાણ વધી જશે.વધુમાં મેનેજમેન્ટ તરફથી જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવશે તો તેઓ રામચરિતમાનસને પ્રસાદના રૂપે પોતાના ઘરે લઈ જવા વિશે વિચારશે. આ વાત ધ્યાનમાં લઈ અમે 15 ભાષ।માં પુસ્તકોને પ્રકાશન કરીશું. ગીતાપ્રેસ સાથે અઢી હજારથી વધુ પુસ્તક વિક્રેત જોડાયેલા છે. અમે તેમની માંગને ધ્યાનમાં રાખીશું. કારણ કે તેઓની આજીવિકા આની પર નિર્ભર છે. પુસ્તકોની વધતી માંગને દ્રષ્ટિગત પોતાની ક્ષમતા પર વિચાર કરવા માટે જુદાજુદા વિકલ્પો પર નજર રાખવી પડશે જેથી આ બધુ સમય પર પૂરું થઈ શકે.