- અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહ
- એક બાદ એક નવીન નજરાણા ઉમેરાઇ રહ્યા છે
- હવે રામમંદિરની ભોજનશાળા માટે આવ્યુ રોટલીનું મશીન
જી,હા અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરને એક બાદ એક ભેટ દાનમાં મળી રહી છે. તો બીજી તરફ જિલ્લા પ્રશાસન દ્વારા અહીં આવનારા ભક્તોને કોઇ અગવડતા ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે હવે રામમંદિરના દર્શને આવતા ભક્તોને ભોજનની વ્યવસ્થા ભોજનાલયમાં મળી રહે તે માટે રોટલી બનાવવાનું મશીન અયોધ્યા આવી રહ્યું છે..
અજમેરથી આવશે રોટી મેકર
અયોધ્યામાં અજમેરથી ખાસ રોટલી બનાવવાનું મશીન આવી રહ્યું છે. આ મશીન 1 કલાકમાં 1200 રોટલીઓ બનાવશે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ લીલી ઝંડી દેખાડીને આ મશીનને અયોધ્યા તરફ રવાના કર્યું હતું.
ફ્રીમાં લોકર સુવિધા
રામમંદિરમાં દર્શન કરવા માટે પોતાનો ફોન કે અન્ય કોઇ સામાન તમારી પાસે હોય તો તે ખોવાઇ જવાની કે ચોરાઇ જવાની ચિંતા નહી રહે. કારણ રે અયોધ્યામાં નિઃશુલ્ક લોકર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમને પર્સનલ ચાવી આપીને ફ્રીમાં લોકર આપવામાં આવે છે. આ સેવાની શરૂઆત પણ થઇ ગઇ છે.
સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સરસ છે- યાત્રી
અયોધ્યા આવનારા મુસાફરો કહી રહ્યા છે કે અયોધ્યાની કાયા પલટ થઇ ગઇ છે. હજી તો રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ નથી તેમ છતાં પણ અહીં સુવિધા અને સુરક્ષા એટલી કડક અને ચુસ્ત જોવા મળી રહી છે. યાત્રીઓ માટે ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. અમે અહીં આવીને રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.









