- અનુષ્ઠાનમાં પૂર્વ, પિૃમ, ઉત્તર હોય કે દક્ષિણ, દેશના ચારેય ખૂણાના આચાર્યો સામેલ થશે
- 151 ઇન્ડોનેશિયન રુદ્રાક્ષની માળા 151 ગોમુખી સાથે કાશીથી આવી રહ્યાં છે
- અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન વિશ્વનું સૌથી આગવું અનુષ્ઠાન હશે
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન વિશ્વનું સૌથી આગવું અનુષ્ઠાન હશે. આ અનુષ્ઠાનમાં પૂર્વ, પિૃમ, ઉત્તર હોય કે દક્ષિણ, દેશના ચારેય ખૂણાના આચાર્યો સામેલ થશે અને આહુતિઓ હોમશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે ઘણા સ્થાન પરથી પૂજનસામગ્રી આવી રહી છે. આ ક્રમમાં કાશીથી ઇન્ડોનેશિયન રુદ્રાક્ષમાળા અને ગોમુખી મંગાવવામાં આવ્યા છે. આ માળાથી પ્રાણપ્રતિષ્ઠામાં મંત્રોનો જાપ થશે. અયોધ્યાના એક આચાર્યે જણાવ્યું હતું કે 151 ઇન્ડોનેશિયન રુદ્રાક્ષની માળા કાશીથી આવી રહી છે અને સાથે 151 ગોમુખી પણ આવી રહી છે, જેમાં માળા રાખીને જાપ કરવામાં આવશે. પૂજનમાં પાનનો પણ ઉપયોગ કરવામાં આવશે. 151 પાન પૂજન માટે તથા એક હજાર પાન અતિથિઓમાં વહેંચણી કરવા માટે વારાણસીથી આવી રહ્યા છે. નોંધનીય છે કે પાન વગર ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થતાં નથી. પાનની અંદર અને બહારના હિસ્સામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો વાસ હોય છે. સાથે પૂજાથાળ, લોટા, સિંહાસન, પિત્તળના ઘંટ, હાથની ઘંટડીઓ, કુશ, છત્ર, ચંવર, પૂજા, ડોલચી પણ કાશીથી આવી રહ્યા છે. માળાથી લઇને તમામ સામગ્રી 15 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી જશે.
રામમંદિરને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પ્રતીક બનાવાશે










