• પીએમ મોદીએ જુબિન નૌટિયાલના સોંગની કરી છે પ્રશંસા
  • હેશટેગ રામ ભજન સાથે મેરે ઘર રામ આયે હૈ ભજન કર્યુ શેર
  •  નાના કલાકારના કામની નોંધ લેવાય તે પ્રેરણા આપનારી વાત: જુબીન

પીએમ મોદીએ પ્રભુ શ્રી રામના ભજનને #Shreerambhajan સાથે શેર કરવા અપીલ કરી છે. ત્યારે પીએમ મોદી પણ દેશ અને દુનિયાના આર્ટીસ્ટની નોંધ લઇ રહ્યા છે.તેઓ ભગવાન રામના વિવિધ ભજનોને શેર કરીને તેમની પ્રશંસા કરી છે. ત્યારે બોલિવૂડ સિંગર જૂબીન નૌટિયાલે ગાયેલા મેરે ઘર રામ આયે હૈ ભજનને શેર કર્યુ હતું.

PM મોદીને ગ્લોબલ લીડર તરીકે જોઉ છું- જુબીન નૌટિયાલ

[[$googlead]]

તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે પીએમ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે પરંતુ હું તેમને ગ્લોબલ લીડર તરીકે જોઉ છું. હું કોન્સર્ટ માટે વિવિધ દેશોમાં ફરુ છું. જ્યાં ઇન્ડિયન માટેની રિસ્પેક્ટમાં ખૂબ જ વધારો થયો છે. ઇન્ડિયન ફુડ, ઇન્ડિયન કલ્ચર , ઇન્ડિયન મ્યુઝિકને પસંદ કરતા થયા છે. જેનો સૌથી મોટો શ્રેય પીએમ મોદીને જાય છે. જો વિશ્વ નેતા આવા હોય, કે જેઓ નાના આર્ટીસ્ટ અને તેના કામને વખાણે ત્યારે ખૂબ વધારે મહેનત કરવાનું મન થાય છે. તે સારા મેસેજ સાથે વધુ કામ કરવાની પ્રેરણા આપે છે. જો સારા મેસેજ સાથે કામ થાય તો ચોક્કસથી દેશને ઓળખ મળે છે. મને ખુશી થાય છે કે અમારુ કામ તેમના સુધી પહોંચ્યુ. હું આશા રાખુ છું કે તેમને મળુ અને તેમના આશીર્વાદ લઉ.

[[$alsoread]]

પીએમ મોદીએ બોલાવી લીધા તો અયોધ્યા જઇશ- જુબિન નૌટિયાલ

સાથે જ તેમણે અયોધ્યા જવાને લઇને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અયોધ્યા 22 જાન્યુઆરી જવાનુ હજી કંઇ કન્ફર્મ નથી પરંતુ તે પહેલા અયોધ્યા જરૂરથી જઇશ. રામ ભદ્રચાર્યજીએ કહ્યું કે પણ મેરે ઘર રામ આયે હૈ ભજન તેમનું ફેવરિટ છે. તેમને મળવા મારે જવુ પડશે., પરંતુ 22 જાન્યુઆરીએ જો પીએમ મોદીએ બોલાવી લીધા તો જવુ પડશે.

  • Follow us on: