- ઓવૈસીના મસ્જિદો વાળા નિવેદન પર બાબા ભડક્યા
- ઓવૈસીએ રામમંદિર બનાવવા અંગે ભડકાઉ નિવેદન આપ્યુ હતું
- ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું અમારે મસ્જિદો તોડીને મંદિર નથી બનાવવાના
અયોધ્યામાં રામ મંદિરને લઇને એક તરફ ઉત્સાહ અને ખુશીનો માહોલ છે તો બીજી તકફ વિપક્ષીઓ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે. રામમંદિરને લઇને બેફામ નિવેદનો આપતા પણ ખચકાતા નથી. તેવામાં અસદઉદ્દીન ઓવૈસીના નિવેદને રાજકારણ ગરમાવ્યુ હતું. ત્યારે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે ઉગ્ર નિવેદન આપ્યું છે.
બાબા બાગેશ્વર ભડક્યા ઓવૈસી પર
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓવૈસી પર પ્રહાર કરતા જણાવ્યું કે આ તેમનો ડર દર્શાવે છે કે તેઓ કેટલા અશક્ત અને નિર્દયી છે. તેમણે કહ્યું કે અમારે જો મસ્જિદ તોડીને જ મંદિરો બનાવવાના હોત તો જેટલા મંદિરના પૂજારી છે તેઓ જ મસ્જિદોને ખતમ કરી નાંખતા. અમારે મસ્જિદો પર મંદિર નથી બનાવવા પરંતુ જ્યાં અમારુ મંદિર હતું તેનુ પુનઃ નિર્માણ કરવું છે.
ઓવૈસીએ આપ્યુ હતું ભડકાઉ ભાષણ
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા બાબરી મસ્જિદ અંગે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જ્યાં છેલ્લા 500 વર્ષથી પવિત્ર કુરાન વાંચવામાં આવતું હતું તે જગ્યા હવે આપણા હાથમાં નથી. "યુવાઓ, હું તમને કહું છું, અમે અમારી મસ્જિદ ગુમાવી દીધી છે અને તમે જોઈ રહ્યા છો કે ત્યાં શું થઈ રહ્યું છે. શું તમને દુઃખ નથી લાગતું?" ઓવૈસીએ ભવાની નગરમાં એક કાર્યક્રમમાં આવુ ભડકાઉ ભાષણ કરતા વિવાદનો મધપૂડો છેડાયો હતો.









