ramol family that made Ravana for 40 years became known as Ravana Family
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રામોલના એક પરિવારનું આખા વર્ષનું રાશન ‘રાવણ’ ભરે છે

રામોલના એક પરિવારનું આખા વર્ષનું રાશન ‘રાવણ’ ભરે છે

 | 8:51 am IST
  • Share

  • 40 વર્ષથી રાવણ બનાવતો પરિવાર રાવણ ફેમિલી તરીકે જાણીતો બન્યો

  • અમદાવાદમાં બનતા રાવણ રાજ્યના અનેક જગ્યાએ જાય છે

શહેરના રામોલમાં રાવણ ફેમિલી તરીકે જાણીતા એક પરિવારનું આખા વર્ષનું અનાજ ‘રાવણ’ જ ભરી આપે છે. જાણીને નવાઇ લાગે પણ રામોલમાં છેલ્લા 40 વર્ષથી દશેરાના તહેવાર માટે રાવણ બનાવાનું કામ આગ્રાનો એક પરિવાર કરે છે. તેની આવકથી આ પરિવારનું આખા વર્ષનું રાશન ભરાઇ જતું હોવાનો દાવો પરિવારના સભ્યે કર્યો છે. આ વર્ષે તેમને ગુજરાતભરમાંથી 20 થી 22 જેટલા રાવણનો ઓર્ડર મળ્યો છે.

રામોલના ખાનવાડીમાં રહેતા અને છેલ્લા 40 વર્ષથી દશેરામાં દહન કરાતાં રાવણનાં નિર્માણનું કામ કરતાં મોહસીનખાન ફારૂકીએ જણાવ્યું હતું કે, મારા દાદા યુપીથી અમદાવાદ આવીને રાવણ બનાવાનું કામ કરતાં હતા. આજે હું ત્રીજી પેઢી તરીકે આ કામ કરું છું. વર્ષોથી રાવણ બનાવાનું કામ કરતાં હોવાથી આગ્રા અને અમદાવાદમાં અમારા પરિવારને રાવણ ફેમિલિ તરીકે જ લોકો ઓળખે છે. દરવર્ષે 90 જેટલા રાવણ બનાવીએ જે સમગ્ર રાજ્યમાં જાય છે. આ વર્ષે કોરોનાના કારણે 20 થી 22 જેટલા રાવણ બનાવાનો જ ઓર્ડર મળ્યો છે.

15 ફુટથી 70 ફુટ સુધીના જુદા જુદા રાવણ 20 હજારથી 70 હજાર સુધીમાં વેચાય છે. વધુમાં તેમણે વાતચીતમાં કહ્યું કે દરવર્ષે રાવણ બનાવીને તેની આવકથી અમારા પરિવારનું એક વર્ષનું રાશન ભરાઇ જાય છે. દશેરા બાદ વર્ષ દરમિયાન અન્ય લગ્નપ્રસંગોના કામ કરીએ છીએ. રાવણનું જ્યારે દહન થાય ત્યારે લોકોના ચહેરાની ખુશી જોઇને અમને પણ ખુશી મળે છે.

70 ફૂટનો રાવણ બનાવતા ચાર દિવસ લાગે

મોહસીનખાને કહ્યું કે 15 ફુટનો એક રાવણ પાંચ કારીગર બનાવે તો ઓછામાં ઓછા 2 દિવસ લાગે. જ્યારે 70 ફુટનો એક રાવણ પાંચ કારીગરો બનાવે તો 4 દિવસ લાગે. રાવણ બનાવવામાં બામ્બુ વાંસ, કપડા, સુતળી,કાગળ અને કલર પેપરનો ઉપયોગ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો