ranveer singh first love was hema malini daughter ranveer singh birthday
  • Home
  • Featured
  • PHOTOS: દીપિકા સાથેે પરણ્યા પહેલાં રણવીર જેની પાછળ ઘેલો હતો, એ આજે એક સંતાનની માતા છે

PHOTOS: દીપિકા સાથેે પરણ્યા પહેલાં રણવીર જેની પાછળ ઘેલો હતો, એ આજે એક સંતાનની માતા છે

 | 6:53 pm IST

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહનું નામ હાલમાં ટોપ પર છે. તેમના નામે ઘણી સુપરહિટ મૂવીઝ છે જેમ કે બાજીરાવ મસ્તાની, ગોલીઓકી રસલીલા રામલીલા, પદ્માવત… રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથેના રોમાન્સને લઈને પણ ઘણી ચર્ચામાં છે. લગ્ન પછી તેની આંખો દીપિકા પર જ અટકી ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકા પહેલા પણ રણવીર સિંહનું દિલ ઘણી છોકરીઓ માટે ધડકી ચૂક્યું છે.

બહુ ઓછા લોકો જાણે છે કે રણવીર સિંહે હેમા માલિની અને ધર્મેન્દ્રની નાની પુત્રી અહાના દેઓલને પણ ડેટ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીરના કોલેજના દિવસો દરમિયાન અહાના સાથે અફેરમાં રહેતો હતો. જો કે, તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. કહેવાય છે કે આદિત્ય રોય કપૂર અહાના અને રણવીરના પ્રેમ વચ્ચે કબાબમાં હડી બની ગયો. ત્યારબાદ અહાનાએ આદિત્ય માટે રણવીરને છોડી દીધો હતો.

જો કે, બાદમાં અહાનાએ આદિત્ય સાથે બ્રેકઅપ પણ કરી લીધું હતું. રણવીરે કોફી વિથ કરણમાં કહ્યું હતું, આદિત્ય કોલેજમાં દરેક છોકરીના સપના જોતો હતો. તે સમયે હું પણ એક છોકરી પાછળ પાગલ હતો જે હવે એક બાળકની માતા છે. હું તેના પાછળ લગભગ ચાર-પાંચ વર્ષ પાગલ રહ્યો હતો. આખરે તેનું મારી સાથે બ્રેકઅપ થઈ ગયું. આદિત્યના કારણે જ તેણે મારી સાથે આવું કર્યું. હવે અહાના વૈધન વહોરા સાથે પોતાનું જીવન જીવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન