rashi parivartan surya mangal budh shukra gochar predictions effects
  • Home
  • Astro
  • ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, ગોચરથી આ રાશિને ફાયદો

ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, ગોચરથી આ રાશિને ફાયદો

 | 10:59 am IST
  • Share

  • ડિસેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ
  • મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર કરશે રાશિ પરિવર્તન
  • ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન

 

ગ્રહ નક્ષત્રો અનુસાર ડિસેમ્બર મહિનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહો એક રાશિથી બીજી રાશિ બદલતા રહે છે. જ્યારે પણ આ ગ્રહો તેમની એક રાશિથી બીજી રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તમામ રાશિઓ પર અલગ-અલગ પરિણામો જોવા મળશે. આ વર્ષ તેના અંતિમ તબક્કામાં છે, એટલે કે વર્ષ 2021 સમાપ્ત થવા જઈ રહ્યું છે.

આગામી ડિસેમ્બર મહિનો કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમામ 12 રાશિ પર શુક્રની વક્રી ગતિને કારણે સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળી શકે છે. જ્યોતિષ ગણતરી મુજબ આ મહિનામાં 4 મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે.

આ ગ્રહો બદલશે રાશિ
5 ડિસેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 8 ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. 10મી ડિસેમ્બરે બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્ય 16મી ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ, બુધ, સૂર્ય અને શુક્રના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે.

મિથુન રાશિ
નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે. તમને માન-સન્માન મળશે. કાર્યમાં સફળતા મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. તમને સારા પરિણામ મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રમોશન અથવા નાણાકીય લાભની તકો પણ બનશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સૂર્યનું સંક્રમણ લાભદાયક રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. લેવડ-દેવડ માટે સારો સમય.

કર્ક રાશિ

આ દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરી શોધી રહેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. વિવાહિત જીવન સુખદ રહેશે. ધન સંપત્તિ વધશે આખો મહિનો લાભદાયી રહેશે, જેના કારણે નાણાકીય બાજુ મજબૂત રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. રોકાણ લાભદાયક રહેશે.

સિંહ રાશિ
સૂર્યની રાશિ સિંહ રાશિ ડિસેમ્બર મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લેવડ-દેવડ માટે સારો સમય. આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. આ સમયમાં તમને સફળતા મળશે. પૈસા આવવાની નવી તકો મળશે. વેપારીઓ નફો કરી શકે છે. આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો