- રથ નિર્માણનું કાર્ય અક્ષય તૃતીયાના દિવસથી શરુ થઇ જાય છે
- 8 અલગ અલગ કળાના જાણકારોની ક્ષમતાની જરૂર પડે છે
- રથ બનાવવા વપરાતી લાકડીઓ માટે વૃક્ષોની પસંદગી વસંત પંચમીથી થાય છે
આપણને બધાને લગભગ ખબર છે કે જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનની નગરચર્યા માટે નવા રથ તૈયાર કરવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું કે આ રથ કેવી રીતે બનાવવામાં આવે છે?
રથ બનાવવા વપરાતી લાકડીઓ માટે વૃક્ષોની પસંદગી વસંત પંચમી એટલે કે સરસ્વતીપૂજાથી જ શરુ થઇ જાય છે. રથના નિર્માણમાં માત્ર લીમડો અને નારીયેલના વૃક્ષોનો ઉપયોગ થાય છે અને હા, રથ બનાવવાનું કામ અક્ષય તૃતીયાના દિવસથી શરુ થઇ જાય છે.
ભગવાન જગન્નાથના આ રથ બનાવવા ખાસ લોકો, ખાસ પરંપરા, વિશેષ યોગ્યતા અને 8 અલગ અલગ કળાના જાણકારોની ક્ષમતાની જરૂર પડે છે અને તેના માટે 150 વિશ્વકર્મા સેવક 15-16 કલાક રોજ કામ કરે છે.
રથ બનાવવાનું કામ પેઢીઓથી ચાલ્યું આવે છે. તેમના પૂર્વજો પણ આ જ કરતા આવ્યા છે. આમ તો રથ નિર્માણની વિધિ વિશ્વકર્મિયા રથ નિર્માણ પદ્ધતિ, ગૃહકર્ણિકા , શિલ્પસારમાં ઉપલબ્ધ છે પણ આ વિશ્વકર્મા સેવક તેમના પરંપરાના જ્ઞાન થી જ રથનું નિર્માણ કરે છે.
હવે વાત કરું એ 8 કળા જે રથ નિર્માણમાં મહત્વની છે તેની...
ગુણકાર – રથના આકાર પ્રમાણે લાકડીઓની સાઈઝ નક્કી કરે
પહીમ હરાણા – રથના પૈડાને લગતું બધું જ કામ એમની જવાબદારી એમના પછી આવે છે
ઓઝા મહારાણા – તમર કંઠ નાયક પણ કહેવાય રથમાં ખીલ્લી મારવાથી લઈને બધા જ લોખંડના કામ એમની જવાબદારીમાં આવે છે.
ચંદાકાર – રથના જે હિસ્સા ધીમે ધીમે તૈયાર થાય એ ને અસેમ્બલ કરવાનું કામ ચંદાકાર કરે છે.
રૂપકાર –મૂર્તિકાર – રથમાં વપરાવવાવાળી લાકડીઓને કાપવીએ રૂપકારનું કામ છે. ત્યારબાદ આવે છે
ચિત્રકાર – રથ તૈયાર થાય પછી તેના પર કલાઈ કરવી તથા પારંપરિક ચિત્રકારી કરવી તે એમનું કામ ત્યારબાદ
દરજી સેવક \ સુચીકાર- રથની સજાવટ અને તેના માટે કપડા સીવવા તથા ડીઝાઇનનું કામ સુચીકાર કરે છે અને છેલ્લે આવે છે
સહાયક-મજદૂર – જેમને રથભોઈ કહેવાય
રથ નિર્માણમાટે પૂરી પાસે દસ પલ્લા જીલ્લાથી નારીયેલ અને લીમડાના ઝાડ કાપી ને જ લેવામાં આવે છે, ઝાડ કાપવાની પણ એક વિધિ હોય છે
પહેલું ઝાડ કાપી તેની વિધિ કરવામાં આવે પછી એ જંગલના ગામની દેવીની અનુમતિ લેવામાં આવે છે અને ત્યારબાદ જ બીજા ઝાડ કાપવામાં આવે છે
રથ નિર્માણ માટે મંદિરમાં જ 200 ફીટનો પંડાલ બનાવવામાં આવે છે, આ પંડાલ નારીયેલના પત્તા અને વાંસથી બનાવવામાં આવે છે. નિર્માણ માટેની લાકડીઓ અને બીજી સામગ્રી ત્યાજ રાખવામાં આવે છે, આ સ્થાનને રથખલા કહેવામાં આવે છે....
અને આ રીતે વિશ્વકર્મા સેવકો દ્વારા રથ તૈયાર કરવામાં આવે છે.