Ravanadahan program canceled in all major cities except Rajkot, Gondal, Kodinar
  • Home
  • Featured
  • રાજકોટ, ગોંડલ, કોડીનાર સિવાય તમામ મોટા શહેરોમાં રાવણદહનનો કાર્યક્રમ રદ

રાજકોટ, ગોંડલ, કોડીનાર સિવાય તમામ મોટા શહેરોમાં રાવણદહનનો કાર્યક્રમ રદ

 | 9:16 am IST
  • Share

  • કોરોનાના કારણે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રના મોટાભાગનાં સેન્ટરોમાં કાર્યક્રમ પડતો મુકાયો
  • રાજકોટમાં રાજ્યના સૌથી મોટા પપ ફૂટના રાવણના પુતળામાં 200 સૂતળી બોંબ ગોઠવાયા : શસ્ત્રોનું પૂજન પણ કરાશે
  • કોરોનાની દહેશતના કારણે સતત બીજા વર્ષે રાજકોટ-ગોંડલ-કોડીનારને બાદ કરતા તમામ મોટા શહેરોમાં રાવણદહનના કાર્યક્રમ મુલત્વી રખાયા છે. મોરબીમાં આગામી તા.૧૬ના રોજ રાવણદહનનો કાર્યક્રમ એક વિસ્તાર પુરતો યોજાશે. 

 

કોરોનાની ત્રીજી લહેર નહીવત બનતા રાજ્ય સરકારે જાહેર કાર્યક્રમમાં 400 લોકોની હાજરીની મંજૂરી આપી છે.  આમ છતા છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરના કારણે જામનગર, જૂનાગઢ, પોરબંદર, ખંભાળીયા સહિતના શહેરોમાં વિજયાદશમી નિમિતે રાવણદહનના કાર્યક્રમ મુલત્વી રખાયા છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા એક વર્ષ બાદ રાવણદહનનું આયોજન કરાયું છે. રેસકોર્ષ મેદાનમાં આજે સાંજે ૭ વાગ્યે રાજ્યના સૌથી ઉંચા ૫૫ ફૂટના રાવણને દહન કરાશે. રાવણને બનાવવા માટે આગ્રાથી 18 ખાસ કારીગરોને રાજકોટ બોલાવાયા છે. છેલ્લા 15 દિવસથી દિવસ રાત એક કરી રાવણને બનાવ્યો છે. વાસની લાકડીમાંથી તૈયાર કરાયેલા રાવણમાં 200થી વધુ સુથળી બોંબ ફીટ કરાયા છે.

રાવણની સાથે 30-30 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા પણ બનાવાયા છે. દહન દરમિયાન અવનવી આકાશી ફટાકડાની આતશબાજી કરાશે. રેસકોર્ષ મેદાનમાં રાવણદહનની સાથે મંડપમાં શસ્ત્રોનું પૂજન પણ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતિ ઉપસ્થિત રહેશે. કોડીનારમાં આવતિકાલે રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે શિગોંડા નદીના પટાંગણમાં સાંજે ૬ કલાકે રાવણદહન કરવામાં આવશે સરકારની ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમમાં 400 લોકોને જ હાજર રહેવાની મંજુરી આપવામાં આવી છે.ગોંડલમાં આવતિકાલે કોલેજચોક ખાતે રનવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો