Ravi Pujari's voice spectrography was tested, his voice came out
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કુખ્યાત ડોન રવિ પૂજારીનો વોઇસ સ્પેક્ટ્રોગાફી ટેસ્ટ કરવામાં આવ્યો, અવાજ તેનો જ નીકળ્યો

કુખ્યાત ડોન રવિ પૂજારીનો વોઇસ સ્પેક્ટ્રોગાફી ટેસ્ટ કરવામાં આવ્યો, અવાજ તેનો જ નીકળ્યો

 | 8:58 am IST
  • Share

કુખ્યાત રવિ પૂજારીનું સોમવારે FSL દ્વારા વોઇસ સ્પેકટ્રોગાફી ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જેમાં ફોન કરીને ખંડણી માંગનાર રવિ પૂજારીનો જ અવાજ નિકળ્યો હતો.

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ ગુજરાતના અનેક નેતાઓ અને વેપારીઓને ફોન કરીને ધમકી આપીને ખંડણી વસૂલી હતી. તેના કારણે  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સોમવારે સવારે FSLમાં રવિ પૂજારીને લઇ જઇને વોઇસ સ્પેકટ્રોગાફી કરાવી હતી. તેમાં રવિ પૂજારીનો અવાજ હોવાનું FSL પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. રવિ પૂજારી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ૧૪ કેસ તેમજ એટીએસમાં ૮ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બોરસદના MLA પ્રજ્ઞોશ પટેલ પર રવિ પૂજારીના માણસોએ ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ રવિ પૂજારીએ પ્રજ્ઞોશ પટેલના ભાઇને ફોન કરીને ધમકી આપી હતી કે, તારા ભાઇને કહી દેજે કે, ચંદ્રેશ પટેલની સામે ના પડે. ચંદ્રેશ પટેલ બોરસદની ચૂંટણીમાં પ્રજ્ઞોશની સામે હારી ગયો હતો. જેના કારણે આ ધમકીઓ આપવામાં આવી હતી. FSL દ્વારા વોઇસ સ્પેક્ટ્રોગાફી કરાવ્યા બાદ રવિ પૂજારીએ જેને જેને કોલ કર્યા હતા. તે બધાની વિગતો મેળવી હતી. ક્રાઇમ બ્રાન્ચ મંગળવારે કોર્ટમાં પુરાવા સાથે રવિ પૂજારીને હાજર કરીને વધુ રિમાન્ડની માંગણી કરશે.

ક્રાઇમ બ્રાન્ચના ડિસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યુ કે, રવિ પૂજારીના વોઇસના સેમ્પલ લીધા બાદ તપાસ કરતા ફોન કરીને ખંડણી માંગનાર રવિ પૂજારીનો હોવાનું સામે આવ્યુ છે. રવિ પૂજારીએ તમામ ગુન્હાઓ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલી લીધા છે. પરંતુ રવિ પૂજારી રીઢો ગુનેગાર હોવાથી કોર્ટમાં ફરી ન જાય તે માટે સાયન્ટીફક પુરાવા ભેગા કરવા માટે રવિ પૂજારીના વોઇસ સેમ્પલ લીધા હતા.

સૂત્રો તરફથી માહિતી પ્રમાણે રવિ પૂજારીને બેગ્લોરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો. ફરીથી તેણે ત્યાં લઇ જવામાં આવશે. બાદમાં એટીએસ રવિ પૂજારીની અટકાયત કરીને અન્ય કેસોની તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન