RBI Announce NACH to be available on all days of week from August 1
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રજાને કારણે નહીં અટકે સેલરી કે પેન્શન, 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ

રજાને કારણે નહીં અટકે સેલરી કે પેન્શન, 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ

 | 3:42 pm IST
  • Share

પગાર, પેન્શન, વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણી હોય કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) મારફતે મોટા પાયે થનાર કોઈ અન્ય પેમેન્ટ, હવે આ તમામ કામ અઠવાડિયાના સાત દિવસ સુધી ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, NACH મારફતે અઠવાડિયાના તમામ દિવસો પેમેન્ટની સુવિધા 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત દ્વિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂની જાણકારી આપતાં કરી છે.

NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ છે. જેને NPCI એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. NACH મારફતે પગાર, પેન્શન, ઈન્ટરેસ્ટ અને ડિવિડન્ડના પેમેન્ટ સાથે વીજળી, પાણી, ગેસ, ટેલિફોનથી લઈને લોનની EMI સુધીનું પેમેન્ટ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરવાના કામ પણ તેના મારફતે થઈ શકે છે.

હાલ NACH મારફતે ચૂકવણીની સુવિધા ફક્ત બેંકોના કામકાજના દિવસો પર જ ઉપલબ્ધ હોય છે. રિઝર્વ બેંકે NACHને અઠવાડિયાના તમામ દિવસો સુધી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણયો ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ અગાઉ RTGSની સુવિધા પણ પણ ચોવીલ કલાસ ઉપલબ્ધ કરાવી હતી. આરબીઆઈ મુજબ એકથી વધારે સંખ્યામાં લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે પૈસા મોકલાવના મામલે NACH એક મહત્વપુર્ણ માધ્યમ બનીને સામે આવ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીમાં સરકારી સબસિડીને સમય પર અને પારદર્શી રીતે પણ ટ્રાન્સફર કરવામાં મદદગાર સાબિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન