RBI keeps interest rates unchanged to revive governor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBIની મોનિટરી પોલીસી વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહી, આ વર્ષે 9.5 ટકા રહેશે GDP ગ્રોથ

RBIની મોનિટરી પોલીસી વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહી, આ વર્ષે 9.5 ટકા રહેશે GDP ગ્રોથ

 | 12:53 pm IST
  • Share

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મોનિટરી પોલીસી કમિટી (MPC)ની દર બે મહિને યોજાતી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂરી થઈ છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોનિટરી પોલિસીએ નક્કી કર્યું હતું કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. RBIએ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

શું છે હાલના દર?
રેપો રેટ 4.00%
રિવર્સ રેપો રેટ 3.35%
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 4.25%
17 જૂને 40 હજાર કરોડનાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદશે RBI

શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે RBI 17 જૂને 40 હજાર કરોડ રૂપિયાના ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદશે. બીજા ત્રિમાસિકમાં 1.20 લાખ કરોડ રૂપિયાના ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં કહ્યું હતું કે ભારતનો વિદેશી પૂંજી ભંડાર 600 બિલિયન ડોલરની પાર જઈ શકે છે. MPCએ 31 માર્ચ 2026 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર જાળવી રાખવાનું લક્ષ્ય આપ્યું છે.

આ વર્ષે 9.5 ટકા રહેશે GDP ગ્રોથ
રિઝર્વ બેન્કે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં GDP ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે, જોકે રિઝર્વ બેન્કના પહેલાંના 10.5 ટકાના અનુમાનથી ઓછો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું કે મોન્સૂન સામાન્ય રહેવાનું અનુમાન છે અને એને કારણે ગ્રામીણ માગ મજબૂત રહેશે, જેને કારણે GDPમાં સારો વધારો જોવા મળવાનું અનુમાન છે.

રેપો રેટ અને રિવર્સ રેટ એટલે શું?
રેપો રેટ દર એ છે જેના પર RBI દ્વારા બેન્કોને લોન આપવામાં આવે છે. બેન્કો આ જ લોનથી ગ્રાહકોને લોન આપે છે. રેપો રેટ ઓછા થવાનો અર્થ એ થાય છે કે બેન્કમાંથી મળનારી ઘણા પ્રકારની લોન સસ્તી થઈ જશે. જ્યારે રિવર્સ રેપો રેટ, રેપો રેટથી વિપરીત હોય છે.

રિવર્સ રેટ એ દર છે, જેના પર બેન્કોની જમા રકમ પર RBI તરફથી વ્યાજ આપવામાં આવે છે. રિવર્સ રેપો રેટ દ્વારા બજારોમાં લિક્વિડિટી એટલે કે કેશને નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે રેપો રેટ સ્થિર થવાનો અર્થ એ છે કે બેન્કો તરફથી મળનારી લોનનો દર પણ સ્થિર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન