read full syory of victor lustig who sold the eiffel tower twice
  • Home
  • Featured
  • PHOTOS: સરકારને અંધારામાં રાખી બે વાર એફિલ ટાવર વેચનાર શખ્સ, એના 47 તો નામ હતા

PHOTOS: સરકારને અંધારામાં રાખી બે વાર એફિલ ટાવર વેચનાર શખ્સ, એના 47 તો નામ હતા

 | 3:58 pm IST

પાંચ ભાષા બોલનાર આ શખ્સના 47 તો નામ હતા. એમાં વિક્ટર લુસ્ટિગ, ચાર્લ્સ ગ્રોમર, અલબર્ટ ફિલિપ્સ, રોબર્ટ જોર્જ વેન્ગર જેવા નામ સામેલ છે. પરંતુ એનું અસલી નામ તો કંઈક બીજુ જ છે. આ એવો શખ્સ હતો કે, કેટલાય દશકો સુધી તપાસ એજન્સીઓની આંખમા એ ધૂળ ચોપડવામાં સફળ રહ્યો હતો. એફબીઆઈ પ્રમાણે તેનુંં અસલી નામ વિક્ટર લુસ્ટિગ હતું.

બ્રિટિશ પત્રકાર જૈફ મેશએ આ માણસ પર હૈંડસમ ડેવિલ કરીને એક બુક પણ લખી હતી. જૈફ એવું જણાવતા કે, જ્યારે આ શખ્સ એફબીઆઈથી ભાગી રહ્યો હોય ત્યારે તે પોતાનો પીછો કરનાર એજન્ટની જબરી મજાક ઉડાવતો. તે એ એજન્ટના નામની જ હોટલ બુક કરતો અને જહાજોમાં સવારી કરતો. એફબીઆઈના પ્રમાણે તેનો જન્મ હોસ્ટાઈનમાં 1890માં થયો હતો. જૈફ કહે છે કે, એણે એટલી કહાની સંભળાવી કે આજ સુધી કોઈ પાક્કુ નથી કહી શક્યા કે, તે ક્યાં પેદા થયો હતો.

વાત છે 1925ની. અમેરિકા સિક્રેટ સર્વીસના એજન્ટ જેમ્સ જોનસનના સંસ્મરણ પ્રમાણે, વિક્ટર લુસ્ટિગ મે મહિનામાં પેરિસ પહોંચ્યો હતો. ત્યાં એક હોટલમાં મોટા ઉદ્યોગપતિ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં વિક્ટર લુસ્ટિગએ પોતાને એક ફ્રાંસીસી સરકારનો અધિકારી જણાવીને પત્ર વ્યવહાર કર્યો હતો.

વિક્ટર લુસ્ટિગએ આ મિટિંગમાં કહ્યું કે, ક્યા કારણોસર આવું થશે એ મારે કહેવું મુશ્કેલ છે પરંતુ એફિલ ટાવરને હવે પાડવો ફરજિયાત છે. જે સૌથી ઉંચી બોલી કરશે એને આપવામાં આવશે. આ મિટિંગમા હાજર કોઈએ વિક્ટર લુસ્ટિગ પર શક ન ગયો. કેટલાક સુત્રોનું કહેવું છે કે, ફરી એકવાર વિક્ટર લુસ્ટિગ આવું કરવામાં સફળ રહ્યો હતો.

વિક્ટર લુસ્ટિગએ આવા ઘણા કિસ્સાઓને અંજામ આપ્યો કે જેનાથી સરકારની ઉંઘ હરામ થઈ ગઈ હોય. જેલમે તોડની એ તો વિક્ટર લુસ્ટિગ માટે ડાબા હાથની વાત હતી. છેવટે યુ.એસ. સરકારે તેને અલ્કાટ્રાઝ જેલમાં રાખ્યો. જ્યાં 11 માર્ચ, 1947ના રોજ રાત્રે 8.30 વાગ્યે ન્યુમોનિયાથી તેનું મૃત્યુ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન