ભરતી કૌભાંડમાં કેજરીવાલ સામે પણ એફઆઈઆર - Sandesh
  • Home
  • India
  • ભરતી કૌભાંડમાં કેજરીવાલ સામે પણ એફઆઈઆર

ભરતી કૌભાંડમાં કેજરીવાલ સામે પણ એફઆઈઆર

 | 5:17 am IST

નવી દિલ્હી :

દિલ્હી મહિલા આયોગનાં કહેવાતા ભરતી કૌભાંડમાં ડીસીડબ્લ્યુ અધ્યક્ષ સ્વાતિ માલિવાલ પછી આમઆદમી પાર્ટીનાં સ્થાપક અને કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે પણ એફઆઈઆર કરવામાં આવી છે. કથિત કૌભાંડમાં પોતાને આરોપી બનાવતા કેજરીવાલનો રોષ ભડક્યો હતો અને તેમણે આ કેસમાં પોતાને આરોપી બનાવવા પાછળ પીએમ મોદીનો દોરીસંચાર હોવાનાં આક્ષેપો કર્યા હતા. દિલ્હીનાં મુખ્યપ્રધાન કેજરીવાલ પર ભ્રષ્ટાચારનાં આરોપમાં આ પહેલી એફઆઈઆર કરાઈ છે. દિલ્હી મહિલા પંચમાં ૮૫ લોકોની ભરતી કરવામાં ભ્રષ્ટાચાર આચરાયો છે તેવા આક્ષેપો પછી સ્વાતિ માલિવાલ અને કેજરીવાલ સામે એન્ટિ કરપ્શન બ્રાન્ચ દ્વારા એફઆઈઆર કરાઈ છે.આ મુદો ચર્ચવા માટે દિલ્હી વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવશે તેવા સંકેતો કેજરીવાલે આપ્યા હતા.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ કેજરીવાલને ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાત અને ગુનાઈત ષડયંત્રનાં આરોપો હેઠળ આરોપી ગણાવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન