Heavy Rain In Mumbai, Red Alert In Five Districts Of Maharashtra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન ખાતાએ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાંં રેડએલર્ટ આપ્યું

મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન ખાતાએ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાંં રેડએલર્ટ આપ્યું

 | 8:08 am IST
  • Share

મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે, પાલઘર અને કોંકણમાં બુધવારે મુશળધાર વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં એક દિવસના વિરામ બાદ બુધવારે સવારથી જ વરસાદના ભારે ઝાપટાં નોંધાયાં હતાં. હાલમાં દરિયામાં ભરતી ચાલતી હોવાના કારણે વરસાદી પાણી દરિયામાં જઇ શકતા ના હોવાથી ચારેતરફ પાણીપાણીના દૃશ્યો સર્જાયાં હતાં. બોરીવલી ઇસ્ટમાં વરસાદી પાણીના જોરદાર વહેણમાં માર્ગ પર પાર્ક કરેલી કાર્સ પણ વહેવા લાગી હતી. દરમિયાન હવામાન ખાતાએ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે. ગુરુવાર માટેના રેડએલર્ટ જિલ્લામાં મુંબઈ, રાઇગઢ, પૂણે અને કોલ્હાપુરનો પણ સમાવેશ થાય છે.

રાજ્યના જાલના, બીડ, નાંદેડ, લાતૂર, પરભણી, સતારા, પૂણે, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં જોરદાર વરસાદનું અનુમાન છે. મુંબઈ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે. હજુ ચાર દિવસ સુધી તોફાની વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી આ વિસ્તારોમાં વરસાદ જળવાઇ રહેશે. હવામાન ખાતાએ યુપીમાં લખનઉ સહિત સીતાપુર, હરદોઇ, કાનપુર, ઉન્નાવ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ અને પિથોરાગઢમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ ઇશ્યૂ કરવામાં આવી છે. બિહારમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન