- તમારી વાત કહેવા અને શેર કરવામાં સંકોચ કરશો
- સમય અને પાર્ટનરના મૂડનું પણ રાખો ધ્યાન
- પાર્ટનર સાથે વાત છુપાવવાની કોશિશ લાવશે મુશ્કેલી
કોઈ પણ સંબંધ અને રિલેશનશીપમાં પ્રેમની સાથે લડાઈ પણ જરૂરી રહે છે. પછી તે સંબંધો દોસ્તીના હોય, પ્રેમના હોય કે અન્ય. બે લોકોની વચ્ચેના સંબંધો મજબૂત ત્યારે જ બનશે જ્યારે તેમની વચ્ચેનું કમ્યુનિકેશન સ્ટ્રોન્ગ અને સારું હોય. કમ્યુનિકેશન ગેપ કોઈ પણ રિલેશનશીપને ખરાબ કરી શકે છે કે પછી તોડી પણ શકે છે. મોટાભાગની રીલેશનશીપમાં યોગ્ય કમ્યુનિકેશન ન હોવાના કારણે અનેક લડાઈ થાય છે. તેનાથી સંબંધો તૂટવા લાગે છે. કોઈ પણ સંબંધમાં મનની સચ્ચાઈની સાથે પાર્ટનર સાથે વાત કરવી યોગ્ય છે. કમ્યુનિકેશન ન થવાના કારણે પાર્ટનર એકમેકની સાથે વાત કરવાનું બંધ કરે છે. રિલેશનશીપમાં કમ્યુનિકેશન ગેપથી બચવા માટે શરૂઆતથી કેટલીક વાતનો ખ્યાલ રાખી શકાય છે.
પાર્ટનરની વાત ધ્યાનથી સાંભળો
એક સારા કમ્યુનિકેશનમાં ફક્ત બોલવું નહીં પણ યોગ્ય રીતે અન્યની વાત સાંભળવી પણ જરૂરી હોય છે. જો તમે પાર્ટનરની વાતને ધ્યાનથી સાંભળશો નહીં તો તમે તમારી વાત કહેવા અને શેર કરવામાં સંકોચ કરશો. આ માટે ક્યારેય પાર્ટનરની વાતને ઈગ્નોર ન કરો અને ધ્યાનથી સાંભળો.
સમયને ધ્યાનમાં રાખીને વાત કરો
પાર્ટનરની કોઈ પણ જરૂરી વાત કરતા પહેલા ધ્યાન રાખો કે સમય શું છે અને તેનો મૂડ કેવો છે. અનેકવાર યોગ્ય વાતને ખોટા સમયે કહેવા પર વાતનું મહત્ત્વ ખતમ થઈ શકે છે અને બંનેની વચ્ચે મતભેદ થઈ શકે છે. એવામાં કોઈ પણ વાત કહેતા પહેલા સમયનું ધ્યાન રાખો.
વિશ્વાસ રાખો અને ખૂલીને કહો મનની વાત
કોઈ પણ રીલેશનશીપમાં કમ્યુનિકેશન ગેપ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે વાતને એકમેકથી છુપાવવું. તમે નાની નાની વાતને મનમાં રાખશો તો તે સમયની સાથે કોમ્પલેક્સ બનશે. તેને સમજવું અને સમજાવવું પાછળથી મુશ્કેલ બનશે. રિલેશનશીપમાં પાર્ટનર પર વિશ્વાસ અને પોતાના મનની વાત ખુલીને કહો.